Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં બીજી યાદીમાં ગુજરાતની અન્ય સાત બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાત બેઠકો પરથી ભાજપે માત્ર બે ઉમેદવારોને જ રિપીટ કર્યા છે બાકીના 5 નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. પહેલી યાદીમાં ભાજપે ગુજરાતના 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, જેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા હતા અને 5 નવા ચહેરાઓ પર દાવ લગાડ્યો છે. એટલે કે અત્યાર સુધીમાં ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી ભાજપે જે 22 ઉમેદવાર જાહેર કર્યા છે તેમાંથી 10 નવા નામની જાહેરાત કરી ભાજપે સૌને ફરીવાર ચોંકાવી દીધા છે. ગુજરાતના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે ચોંકાવનારું નામ જાહેર કર્યું છે. ભાજપે આ વખતે દાદર નગર હવેલી બેઠક પર ઉમેદવાર તરીકે પ્રદેશના વર્તમાન સાંસદ કલાબેન ડેલકરનું નામ જાહેર કર્યું છે. અત્યાર સુધી શિવસેનાની પડખે રહેલો ડેલકર પરિવાર હવે ભાજપમાં ભળી ગયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT