ADVERTISEMENT
Navratri તહેવાર પર Kutch ના કુળદેવી મા આશાપુરાના મઢ ખાતે મોટી સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. ત્યારે આ નવરાત્રિ પર 10 લાખ થી વધુ ભાવિકો આવવાની શક્યતા છે. જેને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને બીજું બાજુ પદયાત્રા માટે ઠેર ઠેર કેમ્પ પણ સ્વયંસેવકો બનાવેલા છે. સામખીયાળી ધોરીમાર્ગ અને આડેસરથી સામખીયાળી સુધીના માર્ગો પર ‘જય માતાજી’ના નાદ સાથે આગળ વધતા જોવા મળી રહ્યા છે. કચ્છની કુળદેવીમાં આશાપુરાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા યાત્રિકોનો ઉત્સાહ આ વખતે સ્વાભાવિક વિશેષ જોવા મળી રહ્યો છે. પગપાળા આવતા ભાવિકોની સુવિધા માટે સેવા કેમ્પો પણ ઉભા થઇ ચુક્યા છે.
Kutch special Navratri Mata No Madh
ADVERTISEMENT