રાજ્યમાં કડક દારુબંધીની વાતો વચ્ચે કચ્છમાં ભાજપના જ આગેવાન દારૂ પીતા રંગેહાથ ઝડપાઈ ગયા. દારૂના નશામાં ભાજપના તાલુકા પંચાયતનો સદસ્ય પત્નીને પરેશાન કરી રહ્યો હતો. જે બાદ પત્નીએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને પતિની ફરિયાદ કરી દીધી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે દારૂની બોટલ સાથે તાલુકા પંચાયતના સદસ્યને જોતા જ તેની અટકાયત કરીને ગુનો દાખલ કર્યો છે.