Rajkot માં પાણી મુદ્દે મહિલાઓ રસ્તા પર ઉતરી, ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

Rajkot News: રાજકોટમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના મતવિસ્તાર મોટા મવા વિસ્તારની મહિલાઓ આજે પાણી મુદ્દે રસ્તા પર ઉતરી હતી.

follow google news

Rajkot News: રાજકોટમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના મતવિસ્તાર મોટા મવા વિસ્તારની મહિલાઓ આજે પાણી મુદ્દે રસ્તા પર ઉતરી હતી. મોટા મવા વિસ્તારની મહિલાઓએ કાલાવડ રોડ પાસે પાણી મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો. મહિલાઓના વિરોધને પગલે કાલાવડ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે એસટી બસ સહિતના હજારો વાહનો અટવાયા હતા. આ તકે મહિલાઓએ ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી. એક કલાકના ચક્કાજામ બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને મહિલા પોલીસ દ્વારા મહામહેનતે મહિલાઓને રોડ ખાલી કરાવ્યો હતો. 
 

    follow whatsapp