સિદ્ધપુર ખાતે આજે ક્ષત્રિય ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ, સાંસદ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સેનાના પ્રમુખ તેમજ સેનાના કાર્યકરોએ કેસરીયો ધારણ કરતા સિદ્ધપુર વિધાનસભા સીટનું રાજકારણ ગરમાયું છે. પાટણ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ જીબાજી ઠાકોર ભાજપમાં જોડાયા છે. જીબાજી ઠાકોર 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મજબૂત દાવેદાર હતા. જિબાજી અને તેમની ટીમ કેસરિયો ધારણ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સિદ્ધપુર વિધાનસભામાં સૌથી મોટી વોટબેન્ક ઠાકોર સમાજની છે. Alpesh Thakor VS Jibaji Thakor : શું હવે BJP માં થશે ઠાકોર VS ઠાકોર ?