ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા ગુજરાતનું ઐતિહાસિક જમ્બો બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી તરીકે કનુ દેસાઈએ બીજી વખત બજેટ રજૂ કર્યું છે. ગુજરાત સરકારનું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરાયું છે. આ બજેટમાં ગુજરાતીઓને સૌથી મોટી રાહત મળી છે. બજેટમાં કરવેરામાં કોઈ જ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી