Crime News: AAP નેતાઓનું કાવતરું, કરવડ ગામના સરપંચ અને ભાજપ અગ્રણીના ઘરની રેકી કરી લૂંટને અંજામ આપ્યો

Vapi Crime News: વાપીના કરવડ ગામના સરપંચ તથા વાપી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને ભાજપ અગ્રણીને ત્યાં તાજેતરમાં એક ચોરીનો બનાવ બન્યો છે. આ મામલે વલસાડ પોલીસનો ચોંકાવનારો ખુલાસા આવ્યો છે

follow google news

Vapi Crime News: વાપીના કરવડ ગામના સરપંચ તથા વાપી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને ભાજપ અગ્રણીને ત્યાં તાજેતરમાં એક ચોરીનો બનાવ બન્યો છે. આ મામલે વલસાડ પોલીસનો ચોંકાવનારો ખુલાસા આવ્યો છે. વાપીના કરવડ ગામના સરપંચ અને ભાજપ નેતાના ઘરે ધાડ પાડવાનું કાવતરું જે લોકોએ રચ્યું તે AAPના નેતાઓ જ નીકળ્યા. પોલીસ દ્વારા એવી પણ જાણકારી મળી છે કે, AAP પ્રદેશ અગ્રણી અને વલસાડ જિલ્લાના હોદ્દેદારોએ જ ચોરીની ટીપ આપી હતી.

શું બની છે સમગ્ર ઘટના?

આ વાત વાપીના કરવડ ગામની છે. જ્યાં ધોડિયાવાડમાં રહેતા ગામના સરપંચ દેવેન્દ્રભાઈ પટેલ તેમના પત્ની સાથે અન્ય ગામે લગ્ન પ્રસંગમાં ગયેલા હતા. જે બાદ તેઓ મોડી રાત્રે ઘરે પરત ફર્યા હતા. જ્યારે મોડી રાતે 2 વાગ્યા આસપાસ સરપંચે તેના ઘરના CCTV ચકાસતા તેઓને ચાર ઇસમો તેમના કમ્પાઉન્ડમાં લટાર મારતા દેખાયા હતા. જે બાદ તેમણે તેના પુત્ર ધીરજને ફોન કરી બનાવની જાણ કરી હતી અને આ અંગે ગામના તમામ લોકોને જાણ કરવા કહ્યું હતું. દેવેન્દ્રભાઈએ આ અંગે ડુંગરા પોલીસને પણ જાણ કરી દેતા DYSP અને SP સહિત તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઇ હતી. ગ્રામજનો અને પોલીસની ટીમે સ્થળ ઉપરથી લૂંટ કરવાના ઇરાદે આવેલા 6 ઈસમો પૈકી 5 લોકોને ઝડપી પાડ્યા હતા જ્યારે એક ઇસમ નાસવામાં સફળ રહ્યો હતો. જે બાદ એકજ દિવસમાં પોલીસ કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Tak Exclusive: ગાયબ Nilesh Kumbhani ના પત્નીનો મોટો ઘડાકો, સાંભળો શું કહ્યું

પોલીસે કુલ 9 આરોપી ઓની ધરપકડ કરી

આ ઘટનાની ગ્રામજનોને જાણ થતા તાત્કાલિક 200થી વધુ લોકો સાથે પોલીસની ટીમ પણ મોટી સંખ્યામાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા. સરપંચના કહ્યા પ્રમાણે તેઓના ઘરમાં ત્રણ માસ અગાઉ પણ ત્રણ ઈસમો પ્રવેશી ગયા હતા જે બાદ દેવેન્દ્રભાઈ જાગી ગયા બાદ બૂમો પાડતા ત્રણેય એક કિલો ચાંદીની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસ કર્મીઓને લાકડા અને પથ્થરમારી ઇસમો દ્વારા ઈજાગ્રસ્ત કરાયા હતા. સમગ્ર ઘટનામાં આ ઘટનામાં પારડીના બાબુ વજીરને વાપી ખાતે રહેતા આમ આદમી પાર્ટીમાં ગુજરાત સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી કેતન પટેલ અને વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રદીપ રાઠોડ જોઈન્ટ સેક્રેટરીએ ટીપ આપી હતી. જે બાદ બાબુ વજીરએ દાહોદની દિલીપ પારઘી ગેંગનો સંપર્ક કરી ઘરની રેકી કરી લૂંટ કરવાનો તખતો ઘડ્યો હતો. કેતન પટેલ બાબુ વજીર અને દિલીપ પારઘીએ કરવડ સરપંચનું પેહલા ઘરની રેકી કરી હતી અને ઘરમાં કેશ અને સોના ચાંદી દાગીના છે જેનું કમિશન આપવાનું કહી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જે બાદ એક્સપ્રેસ-વે પાસેથી બે આરોપીઓને ઝડપી પડ્યા હતા. જ્યારે ફરાર એક આરોપીને  સવારે પકડી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાથમિક પૂછપરછમાં ધાડ-લૂંટ કરતી દાહોદની ગેંગ છે. હાલ પોલીસે કુલ 9 આરોપી ઓની ધરપકડ કરી છે. 


(બાઈલાઇન: કૌશિક જોશી,વલસાડ)

    follow whatsapp