Paresh Dhanani's Statement On Elections: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ સુપર એક્ટિવ થઈ ગઈ છે અને ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 26માંથી 22 સીટો પર ઉમેદવારો જાહેર કરી ચૂકી છે. તો કોંગ્રેસે હજુ સુધી માત્ર 7 ઉમેદવારોના નામ જ જાહેર કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજકાલમાં જ કોંગ્રેસ અન્ય ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ઉમેદવારોને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ફોન કરીને ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવા માટે સૂચના આપી છે.
ADVERTISEMENT
મીડિયામાં ચાલી રહ્યું છે પરેશ ધાનાણીનું નામ
મીડિયામાં એવા પણ સમાચાર ચાલી રહ્યા છે કે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણીના મેદાનમાં ઉતારશે. ભાજપે આ વખતે રાજકોટ સીટ પરથી મોહન કુંડારિયાની ટિકિટ કાપી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ઉતાર્યા છે. રૂપાલાએ હાલ પ્રચાર માટે ગામડાઓ ખૂંદી રહ્યા છે. પરંતુ કોંગ્રેસે હજુ સુધી તેમની સામેનો ઉમેદવાર જાહેર કર્યો નથી. રાજકોટ સીટ પરથી વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા એવા પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું છે.
ચૂંટણી લડવા અંગે કરી સ્પષ્ટતા
ત્યારે મીડિયા પર ચાલી રહેલા સમાચારને લઈને ગુજરાત તક (Gujarat Tak)એ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સાથે સંપર્ક કર્યો હતો. તેમની સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ લોકસભાની ચૂંટણી લડવા અંગે સ્પષ્ટતા કરી હતી. તેઓએ અમને જણાવ્યું હતું કે, 'હું અણવર છું, ઉમેદવાર નહીં.' પરેશ ધાનાણીએ જણાવ્યું કે, પાર્ટી જે ઉમેદવારને મેદાનમાં ઉતારશે અમે તે ઉમેદવારને જીતાડીશું.
ADVERTISEMENT