ADVERTISEMENT
જો તમે પણ બહારનું તૈયાર ચટાકેદાર નમકીન ખાવાના શોખીન છો તો આ કિસ્સો તમારા માટે ચેતવણી રૂપ છે.રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગે આજીડેમ નજીક દીનદયાલ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલી આશા ફૂડ નામના દાબેલા ચણા અને દાબેલા મગ બનાવતા એકમમાં દરોડો કર્યો અને આ દરોડા પછીના દ્રશ્યો જોઈને કદાચ તમે બહારના તૈયાર લીધેલા દાબેલાં ચણા ખાવાનું બંધ કરી દેશો.. જી હા એ જ દાબેલાં ચણા જેને નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ચના જોર ગરમના રૂપમાં ચટાકો લેતા લેતા મોજથી ખાતા હોઈએ છીએ. આ દાબેલાં ચણા લોકોનાં સ્વાસ્થ્યની કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર બનાવવામાં આવતા હતા. માલિકોને તો બસ પોતાને કેમ વધુ નફો મળે એ જ ચિંતા હતી.. જૂઓ આ રિપોર્ટ..
Compromise with health! Thousands of kilos of salt seized.
ADVERTISEMENT