ADVERTISEMENT
સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા થોડા ઘણા દિવસોમાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતો હતો. પરંતુ હાલ સ્વામિનારાયણ સંપ્રદાય એક અલગ જ કામગીરીથી ચર્ચામાં આવ્યું છે. અને તે કામગીરી છે મણિપુરના મૈતઈ સમાજના 50 બાળકોને દત્તક લેવાનું. મણિપુરમાં મૈતઈ અને કૂકી સમુદાય વચ્ચે ભયંકર હિંસા ફાટી નીકળી હતી. જેના કારણે મૈતઈ સમુદાયના ઘણા બાળકો બેઘર બન્યા, તો ઘણા બાળકો અનાથ થયા હતા.આશરે 400 જેટલા બાળકોને અલગ અલગ સંસ્થાઓ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. જેમાંથી આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના નાર ગામે આવેલ ગોકુલધામ નાર સ્વામિનારાયણ મંદિર દ્વારા 50 મણિપુરના મૈતઈ સમાજના બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા. આ બાળકોની તમામ જવાબદારી મંદિર તરફથી નિભાવવામાં આવી રહી છે. બાળકોને રહેવા, જમવા, ભણવા તથા પહેરવા માટે કપડાની પણ વ્યવસ્થા મંદિર પ્રશાસન કરી રહ્યું છે. એક મહિના પહેલા આ બાળકોને ગોકુલધામ નાર ખાતે લાવવામાં આવ્યા હતા. હવે એક મહિના બાદ આ બાળકો કઈ સ્થિતિમાં છે, અને તેમનું જીવન કેટલું બદલાયું તે વિશે જાણવા ગુજરાત તકની ટીમ ગોકુલધામ નાર ખાતે પહોંચી હતી. જ્યાં બાળકો હવે પોતાની રોજિંદા જીવનમાં આવી રહ્યા છે. મણિપુરની હિંસાની ભયાનક તસ્વીરો બાળકોના મનમાંથી નીકળી રહી છે. ડરના માહોલમાંથી તેઓ બહાર આવી ગયા છે. સાથે સારું શિક્ષણ પણ મેળવી રહ્યા છે. બાળકોને ભણાવવા માટે વિદેશથી શિક્ષકો અને વોલેન્ટીયર્સ પણ આવ્યા છે. બાળકોને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિ જેવી કે સ્પોર્ટ્સ, કોમ્પ્યુટર, મ્યુઝિક સહિતની તાલીમ પણ આપવામાં આવી રહી છે. જેને લઇ આ તમામ બાળકો ગોકુલધામ નારમાં ખુશી ખુશી રહી રહ્યા છે.
The Swaminarayan sect has been in the news for the past few days due to its controversial statements. But now the Swaminarayan sect has come into discussion with a different performance. And that operation is to adopt 50 children from Maitai community of Manipur. Terrible violence broke out between Maitai and Kuki communities in Manipur. Due to which many children of Maitai community became homeless, many children became orphans. About 400 children were adopted by different organizations. Out of which 50 Maitai community children of Manipur were adopted by Gokuldham Nar Swaminarayan Mandir located at Nar village of Petlad taluk of Anand district. All the responsibilities of these children are being taken care of by the temple. The temple administration is also arranging clothes for the children to stay, eat, study and wear. A month ago these children were brought to Gokuldham Naar. Now a month later, Gujarat Tak’s team reached Gokuldham Naar to find out what condition these children are in, and how much their lives have changed. Where children are now coming into their daily lives. Horrifying images of violence in Manipur are coming out of children’s minds. They have come out of the atmosphere of fear. Also getting good education. Teachers and volunteers have also come from abroad to teach the children. Children are being imparted knowledge of Gujarati, Hindi, English language along with training in different activities like sports, computer, music etc. Because of which all these children are living happily in Gokuldham Naar.
ADVERTISEMENT