Botad News: આજ રોજ બોટાદ જિલ્લાના સાળંગપુર BAPS મંદિરે ગુજરાત પ્રદેશ ભાજપ વિસ્તૃત કારોબારીનો પ્રારંભ થઈ ગયો છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો અને પ્રદેશ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે મળેલી આ કારોબારી બેઠકમાં એવી ચર્ચા છે કે આગામી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલની જગ્યા કોને મળશે તેની નિર્ણય થઈ શકે છે.
ADVERTISEMENT
કોણ-કોણ બેઠકમાં રહ્યા હાજર?
ગુજરાત પ્રદેશ ભાજપની વિસ્તૃત કારોબારીની બેઠક સાળંગપુર BAPS મંદિરે બે દિવસ આજથી શરૂ થઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી, સાંસદો, રાજ્યનાં મંત્રીઓ, રાજ્યના ભાજપના ધારાસભ્યો, રાજ્યનાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ ભાજપના હોદ્દેદારો મળી 1400 જેટલા લોકોની હાજરી જોવા મળશે. ત્યારે આજે પ્રથમ દિવસે ભાજપના દિગ્ગજો આવ્યા છે અને બોટાદ જિલ્લા ભાજપ દ્વારા ઢોલ નગારા સાથે કુમકુમ તિલક કરી તમામ નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાળંગપુર ખાતે યોજાનાર પ્રદેશ ભાજપની વિસ્તૃત કારોબારી બેઠકમાં હાજરી આપવા માટે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ગોરધનભાઈ ઝડફિયા, ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાની હાજરી જોવા મળી હતી. ત્યારે વિસ્તૃત કારોબારી બેઠકને લઈને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા અને ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ મીડીયાને માહિતી આપી હતી.
સિનિયર પત્રકાર સાથે ગુજરાત તકની ખાસ વાતચીત
આ અંગે ગુજરાત તક દ્વારા સિનિયર પત્રકાર સાથે વાત કરવામાં આવી હતી અને આ વાતચીતમાં તેમણે એવી સંભાવના બતાવી હતી કે ભાજપમાં કઈ મોટું થવા જઈ રહ્યું છે. આ સિવાય તેમણે કહ્યું કે, ભાજપનો લોકપ્રિયતાનો ગ્રાફ જે રીતે ઘટી રહ્યો છે તે એક મુખ્ય મુદ્દો રહેશે, પ્રમુખ કોને બનાવવા તે પછીનો વિષય છે. આ સિવાય પણ કેટલી ખાસ બાબતો વિશે ચર્ચા કરી છે તે જુઓ સંપૂર્ણ આ વીડિયોમાં.....
ADVERTISEMENT