અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠકએ સામાન્ય બેઠકો કરતા અલગ છે. કારણકે, આ બેઠકએ સત્તા સાથે સીધો સંબંધ ધરાવે છે. આ બેઠકએ માત્ર ભાજપનો ગઢ જ નથી પણ આ બેઠક પરથી ગુજરાતનું સંચાલન થાય છે. તેથી આ બેઠકએ એક પ્રકારે ભાજપનો અભેદ કિલ્લો બની ગઈ છે.