ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધનના પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો વિખવાદ હવે સપાટી પર આવવા લાગ્યો છે. ભાજપ સામે લડવાના ઉદ્દેશ સાથે સાથે આવેલા આ બંને પક્ષોએ હવે એકબીજા સામે બાંયો ચઢાવી છે. ગઈકાલે અહમદ પટેલ અંગે આપ નેતા સંદીપ પાઠકના નિવેદન બાદ ભરૂચ કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના નેતાઓએ પણ હવે આપ નેતાઓ સામે નિવેદનો આપવાનું શરૂ કર્યું છે.