નીતા ચૌધરી પર ક્યાં નેતા મહેરબાન? ફાર્મ હાઉસમાં છુપાવી હોવાની ચર્ચા!

Kutch Nita Chaudhary: કચ્છમાં દારૂની હેરાફેરી અને હત્યાના પ્રયાસના કેસમાં આરોપી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

follow google news

Kutch Nita Chaudhary: કચ્છમાં દારૂની હેરાફેરી અને હત્યાના પ્રયાસના કેસમાં આરોપી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. હજુ પણ પોલીસની ટીમો તેને શોધવા માટે ગામડાઓ ખુંદી રહી છે. તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. 

મોટા નેતા પાસે નીતા ચૌધરીએ માંગી મદદઃ સૂત્રો

નીતા ચૌધરીને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતા ચૌધરીએ કાયદાકીય લડતમાં મદદ કરવા મોટા ગજાના એક નેતા પાસે હાથ લંબાવ્યો છે. એટલું જ નહીં આ મોટા નેતાએ નીતા ચૌધરીને સંતાવા માટે રાજસ્થાન સરહદ પાસેના એક ફાર્મ હાઉસમાં વ્યવસ્થા ગોઠવી આપી હોવાની ભારે ચર્ચા છે.

શા માટે બચાવી રહી છે પોલીસ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારના મોટા નેતા અને IPS અધિકારી સુધીના સંપર્ક ધરાવતી નીતા ચૌધરી હાઇકોર્ટમાંથી રાહત મેળવવા સતત પ્રયાસો કરી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે નીતા ચૌધરી ગુજરાતમાં છુપાયેલી છે અને કોના શરણમાં છે તેનાથી પણ કેટલાક પોલીસ અધિકારીઓ સારી રીતે વાકેફ છે. ત્યારે પોલીસ કેમ તેને બચાવવાનો પ્રયાસ કરી રહી છે તે એક મોટો સવાલ છે. તો હજુ સુધી તેની ધરપકડ કરવામાં ન આવતા પોલીસની ભૂમિકાને લઈને અનેક સવાલ ઉભા થયા છે. 

 

    follow whatsapp