અમદાવાદનો ZOMATO ડિલિવરી બોય બન્યો દારૂનો સપ્લાયર, પોલીસે દબોચી લીધો

અમદાવાદઃ દારૂની હેરાફેરી તથા સપ્લાય કરવા પાછળ અત્યારે કેટલાક શખસો અવનવી રીતો શોધી રહ્યા છે. આ દરમિયાન ચાણક્યપુરી જનતાનગર ફાટક પાસેથી ઝોમેટોનો ડિલિવરી બોય દારૂનું…

gujarattak
follow google news

અમદાવાદઃ દારૂની હેરાફેરી તથા સપ્લાય કરવા પાછળ અત્યારે કેટલાક શખસો અવનવી રીતો શોધી રહ્યા છે. આ દરમિયાન ચાણક્યપુરી જનતાનગર ફાટક પાસેથી ઝોમેટોનો ડિલિવરી બોય દારૂનું સપ્લાય કરતો પકડાઈ ગયો છે. એટલું જ નહીં પોલીસે તેની ધરપકડ કર્યા પછી આ શખસ પાસેથી હજારોની રોકડ તથા દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો.

અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી…
ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા આ શખસને પકડવા માટે સોલા પોલીસે કવાયત હાથ ધરી હતી. તેમની સર્ચ ટીમને પ્રાથમિક માહિતી મળી હતી કે આવો એક ઝોમેટોનો ડિલિવરી બોય નજીકના વિસ્તારોમાં દારૂની હેરાફેરી પણ કરી રહ્યો છે. આ અંગે સોલા પોલીસ એક્ટિવ થઈ ગઈ અને આરોપીને દબોચી લીધો હતો.

પોલીસને આ આરોપી પાસેથી કુલ 7 વિવિધ બ્રાન્ડની દારૂની બોટલ મળી હતી, તો બીજી બાજુ તેના ઝોમેટોના થેલામાંથી 24 હજાર રૂપિયાની રોકડ રકમ પણ પ્રાપ્ત થઈ હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ શખસ ઝોમેટોમાં નોકરી કરી રહ્યો છે અને બાઈક પર ડિલિવરી કરતો હતો. જોકે પોલીસ આ ઘટનાની હજુ વધુ તપાસ હાથ ધરી છે અને આખી સપ્લાય ચેઈનને પકડવા માટે એક્ટિવ થઈ ગઈ છે.

દેશી દારૂ વેચતા 1 લાખથી વધુ આરોપીની ધરપકડ

    follow whatsapp