ડમીકાંડમાં 1 કરોડ લેવાના આક્ષેપ પર યુવરાજસિંહ જાડેજાએ પહેલીવાર મીડિયા સામે શું ખુલાસો કર્યો?

ભાવનગર: ભાવનગરમાં ગઈકાલે યુવરાજસિંહને ડમીકાંડમાં પૈસાની લેતીદેતી મામલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જ્યાં 8 કલાક લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહની ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી…

gujarattak
follow google news

ભાવનગર: ભાવનગરમાં ગઈકાલે યુવરાજસિંહને ડમીકાંડમાં પૈસાની લેતીદેતી મામલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જ્યાં 8 કલાક લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહની ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને યુવરાજસિંહે બે વ્યક્તિઓ પાસેથી ડમીકાંડમાં નામ જાહેર ન કરવા માટે 1 કરોડ લીધા હોવાનું જણાવ્યું હતું. આજે યુવરાજસિંહને ફરી નિલમબાગ પોલીસ સ્ટેશન માટે વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સાથે વાતચીતમાં પોતાના પરના આક્ષેપો પર પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.

યુવરાજસિંહે શું કહ્યું?
યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર મામલે કાયદાકીય જવાબ આપીશું તેમ જણાવ્યું હતું. જ્યારે પોતાના પર 1 કરોડ લેવાના આક્ષેપ પર યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કોઈ જાતના પૈસાની લેતીદેતી થઈ નથી.

યુવરાજસિંહના સાળાની પણ ધરપકડ
નોંધનીય છે કે, ગઈકાલે યુવરાજસિંહની ધરપકડ બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ અને ભાવનગર એસઓજી પોલીસે સાથે મળી આજે સવારે સુરતથી યુવરાજસિંહના સાળાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કાનભા ગોહિલ ઉર્ફે કૃષ્ણદેવ સિંહની ધરપકડ કરી તેમને લઈ ભાવનગર જવા રવાના થઈ ગઈ છે. ત્યારે યુવરાજસિંહની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.

    follow whatsapp