ભાવનગર: હાલમાં જ ડમીકાંડમાં નામ નહીં લેવાને લઈને કરવામાં આવેલા તોડ મામલે યુવરાજસિંહના એક સાળા કાનભા પોલીસ રિમાન્ડમાં વટાણાં વેરી નાખી પોલીસને 38 લાખ રૂપિયા ભરેલી બેગ સુધી લઈ જાય છે. તો બીજી તરફ આ ફરિયાદમાં નામ સામે આવતા વિદ્યાર્થી નેતાયુવરાજસિંહ જાડેજાના વધુ એક સાળા શિવુભા ગોહિલ દ્વારા સામેથી પોલીસ સમક્ષ હાજર થવાની વાત કરવામાં આવી છે. શિવુભાએ કહ્યું છે કે, હું એક કલાકમાં પોલીસ સમક્ષ હાજર થવાનો છું. શિવુભા પોલીસ સમક્ષ હાજર થયો હતો. ભાવનગર પોલીસે આ મામલે કહ્યું છે કે, શિવુભાએ પોતાની ઓફીસનું ડીવીઆર બદલ્યું છે. પોલીસ સીસીટીવી સુધી પહોંચે નહીં તે માટે આવું કર્યું છે. શિવુભાના મિત્ર પાસેથી 21 લાખ મળ્યા હોવાનો પણ સૂત્રો દાવો કરી રહ્યા છે. જેમાં શિવુભાએ તે મિત્રને 25 લાખ રૂપિયા આપ્યા હતા. 4 લાખ મિત્રને પહેલાથી લેવાના હતા તે 4 લાખ મિત્રએ લીધા છે.
ADVERTISEMENT
ભાવનગર પોલીસે શું કહ્યું
હાલમાં જ પોતાનું નામ તોડકાંડમાં આવતા શિવુભા ગોહિલે કહ્યું કે, હું શિવુભા ગોહિલ (યુવરાજસિંહ જાડેજા ના સાળા) 1 કલાકમાં નિલમબાગ પોલીસ સ્ટેશન, ભાવનગર ખાતે, સામે ચાલીને મીડિયાની હાજરીમાં પોલીસ સમક્ષ હાજર થવા જાઉં છું. આ તરફ ભાવનગર પોલીસે કહ્યું કે, શિવુભાએ તેમની ઓફિસનું ડીવીઆર બદલ્યું છે. મીટીંગના સીસીટીવી પોલીસના હાથે ના લાગે તે માટે શિવુભાએ આમ કર્યું છે. ઓરીજીનલ ડીવીઆર પોલીસના હાથવેંતમાં જ છે. જો ફીડ ડીલીટ થઈ હશે તો એફએસએલની મદદ પણ લઈશું. હાલમાં શિવુભાના મિત્ર પાસેથી 21 લાખ મળ્યા હોવાનો પણ સૂત્રો દાવો કરી રહ્યા છે. જેમાં શિવુભાએ તે મિત્રને 25 લાખ રૂપિયા આપ્યા હતા. 4 લાખ મિત્રને પહેલાથી લેવાના હતા તે 4 લાખ મિત્રએ લીધા છે.
‘હું સામેથી પોલીસ સ્ટેશન જઈશ’- તોડકાંડમાં યુવરાજસિંહના વધુ એક સાળાએ કહ્યું…
રાજકારણમાં આ ચણા-મમરા જેવી વાતઃ શિવુભા
શિવુભાએ પોલીસ સ્ટેશનમાં હાજર થતા મીડિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે આ સમગ્ર બાબત યુવરાજસિંહને ફસાવવાનું રાજકીય ષડયંત્ર છે. રાજકારણમાં તો આ ચણા મમરા જેવી વાત છે.
ડમીકાંડમાં શું?
ભાવનગરના ડમી કૌભાંડમાં કુલ મળી ૩૬ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ ભરતનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. ફરિયાદ નોંધાતાની સાથે જ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારોને ઉઠાવી લીધા હતા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ રેન્જ આઈ.જી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના પણ કરી નાખવામાં આવી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા વધુને વધુ ડમી કૌભાંડમાં એક પછી એક પોપડાં ખોલી રહી છે. ગુનો આચરનાર શખ્સોની ધરપકડ કરવાનો દૌર શરૂ રહ્યો હતો ત્યારે આજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ વધુ પાંચ શખ્સોની ધરપકડ કરી લીધી હતી અને સઘન પુછપરછ જ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના ભરતનગર પોલીસમાં થકમાં 36 શખ્સો વિરુદ્ધ ડમી કૌભાંડ આચર્યું હોવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ ડમી કૌભાંડના મુખ્ય સૂત્રધારોને ઝડપી લેવામાં આવ્યા હતા. દરમિયાનમાં રેન્જ આઈ.જી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દેવામાં આવી હતી. એક પછી એક આરોપીઓને ઝડપી લઇ રિમાન્ડ પણ મંજૂર કરાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ડમી કૌભાંડમાં સંડોવાયેલા વધુ પાંચમાં હસમુખભાઇ પુનાભાઇ ભટ્ટ ઉ.વ.૨૭ નોકરી તલાટી કમ મંત્રી, જયદિપ બાબભાઇ ભેડા, દેવાગ યોગેશભાઇ રામાનુજ ઉ.વ.૧૯, યુવરાજસિંહ જીતેન્દ્રસિંહ પરમાર ઉ.વ. ૨૩, હિરેનકુમાર રવીશંકર જાની ઉ.વ.૨૧ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ધરપકડ કરી લીધી હતી.
(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT