BREAKING: તોડકાંડ કેસમાં યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર, 3 મહિના બાદ આવશે બહાર

ભાવનગર: ભાવનગરમાં તોડકાંડમાં સંડોવાયેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના જામીન મંજુર કરવામાં આવ્યા છે. ડમી ઉમેદવાર કાંડમાં નામ છુપાવવા બદલ યુવરાજસિંહ જાડેજાએ 1 કરોડનો તોડ કર્યાની…

gujarattak
follow google news

ભાવનગર: ભાવનગરમાં તોડકાંડમાં સંડોવાયેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના જામીન મંજુર કરવામાં આવ્યા છે. ડમી ઉમેદવાર કાંડમાં નામ છુપાવવા બદલ યુવરાજસિંહ જાડેજાએ 1 કરોડનો તોડ કર્યાની ફરિયાદ તેમની સામે નોંધવામાં આવી હતી. યુવરાજસિંહની સાથે તેમના બંને સાળા સહિત 6 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાંથી 5 આરોપીઓને પહેલા જામીન મળી ચૂક્યા હતા. આ બાદ યુવરાજસિંહના જામીન પણ મંજુર કરવામાં આવ્યા છે. યુવરાજ જાડેજા 21 એપ્રિલે ભાવનગરમાં પૂછપરછ બાદ તોડકાંડ મામલે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ 3 મહિનાથી સમયથી પોલીસની પકડમાં હતા. ત્યારે હવે તેઓ બહાર આવશે.

15 જુલાઈએ વકીલે કોર્ટમાં જામીન અરજી કરી હતી
યુવરાજસિંહ જાડેજા દ્વારા 15 જુલાઈના રોજ ભાવનગર કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે અને તેઓ નિર્દોષ છે. આ જામીન અરજી પર ગત 18 જુલાઈના રોજ તપાસ અધિકારી દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું.

તોડકાંડમાં નામ ન આપવા 1 કરોડ માગવાનો આરોપ
નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ ઉપરાંત તેમના બે સાળા સહિત કુલ 6 લોકો વિરુદ્ધ ડમીકાંડ છુપાવવાની આડમાં 1 કરોડથી વધારેનો તોડ કર્યો હોવાના આક્ષેપોની તપાસ થઇ રહી છે. યુવરાજસિંહનો ડમીકાંડ અચાનક તોડકાંડમાં પલટી ગયા બાદ ભાવનગરની સીટ દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાંડની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી યુવરાજસિંહના સાળાઓના વિવિધ સંપર્કોમાં મુકેલા 64 લાખ રૂપિયાથી વધારેની રોકડ પણ મળી આવી હતી.

    follow whatsapp