ભાવનગરઃ ભાવનગર પોલીસે તોડકાંડ મામલામાં કાનભા ગોહિલ કે જે યુવરાજસિંહના સાળો થાય છે, તેના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા રિકવર કર્યા છે. જીત નામના આ વ્યક્તિને કાનભાએ ભાગી જતા પહેલા 38 લાખ રૂપિયા આપ્યા હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે. ડમી કાંડમાં થયેલા તોડ કાંડને લઈને ભાવનગર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. આ રિકવરીના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં 38 લાખ રોકડા અને કાનભા ગોહિલ પણ દેખાય છે.
ADVERTISEMENT
તોડકાંડમાં મોટો ઘટસ્ફોટઃ યુવરાજસિંહના સાળા કાનભાના મિત્ર પાસેથી મળ્યા 38 લાખ રોકડા
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને હાલમાં જ ભાવનગર પોલીસે ડમી પરીક્ષાર્થીઓના મામલામાં તોડ કરવા અંગે નિવેદન આપવા તેડું મોકલાવ્યું હતું. દરમિયાન પુછપરછ પછી યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલામાં યુવરાજસિંહનો સાળો કાનભા ગોહિલ પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું. ભાવનગર પોલીસ સતત આ તોડ કાંડને લઈને કાર્યવાહીઓ કરી રહી છે. દરમિયાન ભાવનગરમાં રહેતા જીતનામના વ્યક્તિ કે જે કાનભા ગોહિલનો મિત્ર છે. તેના ઘરે તપાસ હાથ ધરી હતી. દમિયાનમાં તેના ઘરેથી પોલીસને 38 લાખ રૂપિયા રોકડ મળી આવી હોવાની વિગતો સામે આવી છે. આ અંગે વધુ વિગતો પણ મળી છે.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, ભાવનગર)
ADVERTISEMENT