ડમી કાંડમાં તોડ કાંડ? યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પણ ધરપકડ

ભાવનગર: સમી કાંડને લઈ એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ગઈ કાલે પોલીસ સમક્ષ હાજર થયેલ યુવરાજસિંહ જાડેજાની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી…

gujarattak
follow google news

ભાવનગર: સમી કાંડને લઈ એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ગઈ કાલે પોલીસ સમક્ષ હાજર થયેલ યુવરાજસિંહ જાડેજાની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે યુવરાજસિંહ જાડેજાના સાળાની પર ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહને આજે ફરી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે.

ગઈકાલે યુવરાજસિંહની અટકાયત બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ અને ભાવનગર એસઓજી પોલીસે સાથે મળી યુવરાજના સાળાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કાનભા ગોહિલ ઉર્ફે કૃષ્ણદેવ સિંહની ધરપકડ કરી તેમને લઈ ભાવનગર જવા રવાના થઈ ગઈ છે. ત્યારે યુવરાજસિંહની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.

બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની ધરપકડ 
ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો છે. ગઈકાલે પહેલા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે તેમના સાળા કાનભા ગોહિલ અને હવે  બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની ધરપકડ  કરવામાં આવી છે.

યુવરાજસિંહ પર લાગ્યા આ આરોપ 
સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજા હવે પોતે આરોપી છે. 10 કલાકની પૂછપરછ બાદ ભાવનગર પોલીસે તેમની ધરપકડ કરી લીધી. યુવરાજસિંહ પર ડમી કાંડમાં સામેલ લોકોના નામ જાહેર ન કરવા લાખો રૂપિયા લેવાનો આરોપ છે. તેમની સામે ખંડણી ઉઘરાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

પૂછપરછ બાદ ફરિયાદ દાખલ
યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા સમન્સ પર યુવરાજસિંહ હાજર ન રહ્યા અને તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું. ત્યારે ભાવનગર પોલીસે તેમને બીજું સમન્સ પાઠવ્યું હતું અને ગઈકાલે હાજર રહેવ જણાવ્યું હતું. આ દરમિયાન ગઈકાલે યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર રહ્યા હતા. ત્યારે ભાવનગર પોલીસે તેમને પૂછપરછ માટે બપોરે 12 વાગ્યે બોલાવ્યા હતા. તેમની 8 કલાકથી પણ વધુ લાંબી પૂછપરછ ચાલી હતી.યુવરાજસિંહ પર ડરાવી ધમકાવીને પૈસા પડાવવા, ગુનાહિત કાવતરું રચવાનો આક્ષેપ લગાવ્યો છે. ત્યારે તેમની વિરૂદ્ધ પોલીસે કલમ 388 અને 120B હેઠળ ફરિયાદ નોંધી છે. યુવરાજસિંહ જાડેજા રાત જેલમાં રહ્યા હતા.

અમે અપડેટ કરી રહ્યા છીએ 

    follow whatsapp