ભાવનગર: યુવરાજસિંહ જાડેજાને ગઈકાલે નીલબાગ પોલીસ મથકમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યારે યુવરાજસિંહ જાડેજા નો એસઆઇટી ની ટીમ દ્વારા ફરિવાર ડીએસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા. છે. બીજી તરફ યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ની એસ.આઈ.ટી ની ટિમ દ્વારા સુરત થી ધરપકડ કરવામાં આવી.
ADVERTISEMENT
ગઈકાલે 8 કલાક ચાલી પૂછપરછ
યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા સમન્સ પર યુવરાજસિંહ હાજર ન રહ્યા અને તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું. ત્યારે ભાવનગર પોલીસે તેમને બીજું સમન્સ પાઠવ્યું હતું અને ગઈકાલે હાજર રહેવ જણાવ્યું હતું. આ દરમિયાન ગઈકાલે યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર રહ્યા હતા. ત્યારે ભાવનગર પોલીસે તેમને પૂછપરછ માટે બપોરે 12 વાગ્યે બોલાવ્યા હતા. તેમની 8 કલાકથી પણ વધુ લાંબી પૂછપરછ ચાલી હતી.
નોંધાયો ગુનો
યુવરાજસિંહ પર ડરાવી ધમકાવીને પૈસા પડાવવા, ગુનાહિત કાવતરું રચવાનો આક્ષેપ લગાવ્યો છે. ત્યારે તેમની વિરૂદ્ધ પોલીસે કલમ 388 અને 120B હેઠળ ફરિયાદ નોંધી છે. યુવરાજસિંહ જાડેજા રાત જેલમાં રહ્યા હતા. ત્યારે આજે ફરી તેમને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે.
ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કરી કર્યા પ્રહાર
યુવરાજસિંહ પર નોંધાયેલ ફરિયાદને લઈ ગોપાલ ઇટાલિયાએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, આ ભ્રષ્ટ ભાજપવાળાને લાગ્યું કે પેપરલીક રોકવાનું શક્ય નથી પણ પેપરલીક બહાર પાડનારને અંદર કરવાનું તો અમારા હાથમાં જ છે. એટલે આવતી તલાટી ભરતીમાં ભાજપનું નાક બચાવવા માટે યુવરાજસિંહની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હોય એવું તો નથી ને?? ભાજપવાળાની તાનાશાહી જનતા જોઈ રહી છે.
(વિથ ઈનપુટ: નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT