અમદાવાદ: ગુજરાતમાં પેપરલીક મામલે સરકાર પર સતત સવાલો થઈ રહ્યા છે. આ દરમિયાન હવે સરકાર સામે યુવરાજસિંહ જાડેજાએ ફરી સવાલો ઉઠાવ્યા છે. જૂનિયર ક્લાર્કનું પેપર ફૂટવાના કારણે ભાવનગરની યુવતીએ આત્મહત્યા કરી જેને લઈ યુવરાજસિંહે સરકારને સવાલ કરતાં કહ્યું કે, શું પેપરલીકના આરોપીને હજી પણ છેતરપિંડીના ગુના અંતર્ગત જ સજા કરવામાં આવશે ? શું આ માનવવધ નો ગુનો નથી ?
ADVERTISEMENT
જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટ્યા બાદ ભાવનગરની યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને આજે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે આ ઘટનાણએ લઈ યુવરાજસિંહે સરકારને સવાલ કરતાં કહ્યુંકે, ક્યાં સુધી ગુજરાતનું યુવાધન આત્મહત્યા કરે. કયા સુધી રાહ જોઈશું. કેમકે વત્મનમાં જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાના જે કૌભાંડ છે. ગેરરીતિઓ છે ભ્રષ્ટાચાર છે. આનાથી કંટાળી ગુજરાતનો યુવાન એ નિરાશ થઈ દેહ છોડે છે. દિવસેને દિવસે આનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સરકારને સવાલ છે કે ક્યારે આમથી બોધ પાઠ લેશું. ક્યારે આમા એકશન લેશું. ભૂતકાળમાં કોઈ બોધપાઠ કે એકશન નથી લેવામાં આવ્યા એટલે જ આવી ઘટનાઓ બને છે. એ છાસવારે બનતી જોઈએ છીએ. હજુ પણ સરકાર મૌન છે. કોઈ એકશન નથી લીધી. આજે ફરી ભાવનગરની દીકરીએ પોતાનો દેહ છોડ્યો છે.
યુવતીનો શું વાંક?
પાયલબેન બારૈયાનો શું વાંક, જૂનિયર ક્લાર્કની તૈયારી કરતાં હતા એ તેનો વાંક છે? સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં હતા તે તેનો વાંક છે? આજે જેને કારણે દેહ છોડ્યો છે. તેને છેટાપિંડીના ગુન્હા હેઠળ જેલમાં નાખ્યા છે. શું આના પર માનવ વધનો ગુનો ના લાગે? શું આવા વ્યક્તિએ ખૂન કર્યું ન ગણાય? પોતાની દિકરીને સ્થાને રાખી વિચારજો જે અત્યારે આત્મહત્યા તેમના દીકરા સાથે બની હોય તો આપડે તેને આત્મહત્યામાં ખપવતા? કે ખૂનમાં ખપવતા? અહી પણ આત્મહત્યા હત્યા થઈ છે. અને પેપરલીકના કારણે થઈ છે.
અમદાવાદમાં પોસ્ટર પોલિટીક્સ ગરમાયું, ભાજપનો ગઢ ગણાતા નારણપુરામાં લાગ્યા સરકાર વિરુદ્ધ પોસ્ટર
તો પેપર લીકના આરોપીઓ છે તેને ફક્ત સામાન્ય કલમો કેમ લગાવવામાં આવે છે. છેટાપિંડીની ફરિયાદમાં પછી તેને છોડી દેવામાં આવે છે. આવા અસામાજિક તત્વોને છુટોડદોર મળે છે. એટલે જ આવી ઘટના વારે વારે બને છે, હજુ પણ એક્શન ન લેવી એ સરકારની નિષ્ફળતા દર્શાવે છે. ગુજરાતને સવાલ કરીએ છીએ. કયા સુધી એકશન ન લઈએ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT