ભાવનગર: યુવરાજસિંહ જાડેજાને બીજા સમન્સ બાદ આજે ભાવનગર પોલીસ સમક્ષ વિદ્યાર્થી સાથે પહોંચ્યા છે. તે પહેલા યુવરાજસિંહે પત્રકારો સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. જેમા તેમણે કહ્યું હતું કે, જે પ્રશ્ન કરવાના છે એ પોલીસને કરવાના છે. અમારે ફક્ત જવાબ આપવાના છે.
ADVERTISEMENT
યુવરાજ સિંહ પર આરોપ છે કે તેમણે પૈસા લઈ અને નામ જાહેર નથી કર્યા. ત્યારે આ મામલે પોલીસે એક વખત સમન્સ મોકલ્યું હતું પરંતુ યુવરાજ સિંહની તબિયત બગડતા તે હાજર રહી શક્ય ન હતા. ત્યારે ફરી સમન્સ મોકલ્યું છે. અને આજે તે વિદ્યાર્થીના સમર્થન સાથે ભાવનગર પહોંચ્યા છે.
આજે પોલીસ સમક્ષ હાજર થવાના છે. જોકે તે પહેલા ભીડભંજન મહાદેવ મંદિર પહોંચ્યા હતા. જ્યા અનેક વિદ્યાર્થી ઉમેદવારો યુવરાજસિંહના સમર્થનમાં પહોંચ્યા છે. સમન્સના નિવેદન પહેલા યુવરાજસિંહ આજે પત્રકાર પરિષદ કરવાના હોવાનું તેમણે પોતે જણાવ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, જે સવાલ કરવાના છે તે તેમને કરવાના છે આમરે તો ફક્ત જવાબ આપવાના છે. કોનું શું બેકફરાઉન્ડ છે તે પોલીસ સમક્ષ ખુલાસા કરીશું.
ડમી કાંડને દબાવવામાં આવી રહ્યું છે
જેટલા સ્ટિંગ કર્યા છે. જેટલા ઓપરેશન કર્યા છે જે પુરાવા છે તે પોલીસ સમક્ષ રજૂ કરીશું. જે સવાલ હશે તેના સીધી રીતે જવાબ આપીશું. ઘણા ને આશ્રય આપી રહ્યા છે. કોઈને બચાવવા માં આવી રહ્યા છે. ડમી કાંડને દબાવવામાં આવી રહ્યું છે. નવા નવા હથકાંડા અપનાવે છે.
ADVERTISEMENT