ડમીકાંડમાં યુવરાજસિંહ આજે પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેમના સમર્થનમાં વિધ્યાર્થીઓ પહોંચ્યા છે. આ સાથે તેમણે ભાજપના નેતા પર ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પૂર્વ શિક્ષણ પ્રધાન, અસિત વોરાની પણ તપાસ કરવા કરી માગ કરી છે.
ADVERTISEMENT
આજે પોલીસ સમક્ષ હાજર થતા પહેલા વાત કરતા યુવરાજસિંહે ગંભીર આક્ષેપ કરતા કહ્યુ કે, મોટા રાજકીય માથા આ આખુ કૌંભાડ દબાવવા પ્રયાસ કરી રહ્યાં છે. યુવરાજસિંહે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કૌંભાડમાં સંડોવાયેલા પૂર્વ પ્રધાનોને પણ પોલીસે સમન્સ આપીને તપાસ કરવી જોઈએ. આ ડમીકાંડ આજકાલનો નહી 2004થી ચાલતો આવ્યો છે. અમે જેમની સામે મે જાહેરમાં આક્ષેપ કર્યા છે તેમને સમન્સ નથી પાઠવ્યા.
હત્યાનું કાવતરું
મારી પાસે 30 કૌભાંડીઓના નામ છે. આજે નહીં તો કાલે મને પતાવી દેવાશે. હિટ એન્ડ રનમાં કચડી નાંખવાનું ષડયંત્ર ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે જે નામો આપીએ છીએ તેની તપાસ નથી કરવામાં આવતી. કેટલાક રાજકીય નેતાઓએ પાર્ટીમાં આવવાની ઓફર કરી હતી. આ સાથે ડમીકાંડ છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 2004થી આ કૌભાંડ ચાલી રહ્યું છે. આ ડમીકાંડથી અનેક લોકો અધિકારીઓ બની ગયા. સરકાર આરોપીને સાક્ષી બનાવીને અમને સમન્સ પાઠવે છે.
ADVERTISEMENT