અમદાવાદ: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સરકાર માટે જાણે હવે એક મુદ્દો બનવા જઈ રહ્યા છે તેમ કાર્ય કરી રહ્યા છે. યુવરાજસિંહ જ્યારે પણ પેપરલીક મુદ્દે સવાલ ઉઠાવે ત્યારે સમજી લેવું કે પેપર ફૂટ્યું જ હોય. ત્યારે હવે તે મોટો ધમાકો કરવા જઇ રહ્યા છે. યુવરાજસિંહ કૌભાંડીઓની ગુજરાત ફાઈલ તૈયાર તૈયાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
રાજ્યમાં એક બાદ એક સતત પેપર ફૂટવાની ઘટનાથી અનેક વિધ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ ચૂકી છે. ત્યારે હવે આ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની પોલ ખોલવા યુવારાજસિંહ આહાલ આવ્યા છે. તેમણે ટ્વિટ કરી આ માહિતી આપી છે. આ સાથે લોકોને પણ આ કાર્યમાં જોડાવા અપીલ કરી છે. તથા કહ્યું છે કે સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે.
જાણો શું લખ્યું ટ્વિટમાં
યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની ગુજરાત ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એકને જાહેર જનતા જોગ મૂકીશ.તપાસ થી ઘણા મોટા માથા અને કૌભાંડીઓના આકા સામે આવી શકે છે. અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે શિક્ષણ જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે. યુવાનો ના સપના અને આશાઓને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે મે છોડેગા નહીં…..
સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે. હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ. સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે. હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ. રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં.
મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું. હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે ટ્રેક રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે. શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે.
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ
#યુવાહીત_રાષ્ટ્રહીત
ADVERTISEMENT