અમદાવાદ: ભાવનગર પેપર તોડકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના 3 મહિના બાદ જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લા કોર્ટે યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા છે. ત્યારે હવે યુવરાજસિંહના જામીનને લઈને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. અદાલતો હંમેશા ન્યાય કરતી હોય છે. સત્યની જીત થતી હોય છે. પરંતુ જોવાની વાત એ છે કે, અત્યાર સુધી ગુજરાતમાં પેપરલીક કાંડ ચાલતુ હતું. એ પેપરલીકકાંડ બહાર લાવનાર યુવરાજસિંહ પર સરકાર અને તેના મળતીયાઓ અને તોડબાજોની નજર હતી કે કઈ રીતે એને ફસાવી દેવામાં આવે.
ADVERTISEMENT
ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ડમીકાંડનો ખુલાસો કરનાર યુવરાજસિંહને આજે જામીન મળી ગયા છે. અદાલતો હંમેશા ન્યાય કરતી હોય છે. સત્યની જીત થતી હોય છે. પરંતુ જોવાની વાત એ છે કે, અત્યાર સુધી ગુજરાતમાં પેપરલીક કાંડ ચાલતુ હતું. એ પેપરલીકકાંડ બહાર લાવનાર યુવરાજસિંહ પર સરકાર અને તેના મળતીયાઓ અને તોડબાજોની નજર હતી કે કઈ રીતે એને ફસાવી દેવામાં આવે. આ પહેલા પણ ખોટા કેસો કરી યુવરાજસિંહને ફસાવી દેવાની કોશિશ કરવામાં આવી. યુવરાજસિંહ અટક્યા વગર પેપરલીક કાંડમાંથી ડમીકાંડ બહાર લાવ્યા. ડમીકાંડમાં વર્ષોથી ડમી ઉમેદવારો સરકારી ભરતીમાં પરીક્ષા આપતા હતા અને નોકરીએ પણ લાગી જતા હતા. ઘણા તો એવા હતા કે કરાઈમાં 40-40 લાખ રુપિયા આપીને પીએસઆઈની ટ્રેનિંગ સીધી લઈ લેતા હતા. તમારે કોઈ જ પરીક્ષા નહીં આપવાની અને કોઈ પેપરલીક પણ નહીં કરવાનું. આટલા મોટા કૌભાંડો જ્યારે યુવરાજસિંહ બહાર લાવ્યા તો એક કેસ કરી એમને ફસાવી દેવામાં આવ્યા. આજે એમને જામીન મળી ગયા છે. હુ અદાલતની કાર્યવાહીને આવકારુ છુ. પણ આખરે સત્યની જીત થતી હોય છે. અહીં સવાલ એ છે કે, જે ડમીકાંડ સામે આવ્યું તેની તપાસ પોલીસ પણ નથી કરતી અને સરકાર પણ નથી કરતી. તમારી તપાસ ક્યાં પહોંચી. કેટલા લોકો વર્ષોથી કૌભાંડ આચરે છે. પેપરલીક કાંડના કોઈ માથા જેલમાં ન ગયા. અને જેણે ડમીકાંડ કૌભાંડનો ખુલાસો કર્યો એના પર કેસ કરવામાં આવ્યા જેનાથી આ તમામ યુવાનો ભાજપ સરકાર પર ફીટકાર વરસાવે છે.
શરતી જામીન આપવામાં આવ્યા
યુવરાજસિંહ જાડેજા દ્વારા 15 જુલાઈના રોજ ભાવનગર કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે અને તેઓ નિર્દોષ છે. આ જામીન અરજી પર ગત 18 જુલાઈના રોજ તપાસ અધિકારી દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે.તોડકાંડમાં કુલ 6 આરોપીઓની થઇ હતી. જે પૈકી એક યુવરાજસિંહ હતા અને યુવરાજસિંહનાં બે સાળા હતા. અન્ય ત્રણ લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તમામ છ આરોપીને આજે પાસપોર્ટ જમા કરવાની શરત સાથે જામીન આપવામાં આવ્યા છે.
યુવરાજ પર હતો આ ગંભીર આરોપ
તોડકાંડમાં નામ ન આપવા 1 કરોડ માગવાનો આરોપ
નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ ઉપરાંત તેમના બે સાળા સહિત કુલ 6 લોકો વિરુદ્ધ ડમીકાંડ છુપાવવાની આડમાં 1 કરોડથી વધારેનો તોડ કર્યો હોવાના આક્ષેપોની તપાસ થઇ રહી છે. યુવરાજસિંહનો ડમીકાંડ અચાનક તોડકાંડમાં પલટી ગયા બાદ ભાવનગરની સીટ દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાંડની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી યુવરાજસિંહના સાળાઓના વિવિધ સંપર્કોમાં મુકેલા 64 લાખ રૂપિયાથી વધારેની રોકડ પણ મળી આવી હતી.
ADVERTISEMENT