Heart Attack: પરીક્ષા બાદ મિત્ર સાથે વાત કરતા કરતા અચાનક જ યુવક ઢળી પડ્યો, હાર્ટઍટેકે લીધો જીવ

રાજ્યમાં હાર્ટએટેકના લીધે વધુ એક યુવકનું મૃત્યુ કડીના 18 વર્ષીય યુવકનું હાર્ટ એટેકને કારણે મોત પરીક્ષા આપીને પરત ફરી રહેલો વિદ્યાર્થી વાત કરતા કરતા મોત…

Heart Attack

Heart Attack

follow google news
  • રાજ્યમાં હાર્ટએટેકના લીધે વધુ એક યુવકનું મૃત્યુ
  • કડીના 18 વર્ષીય યુવકનું હાર્ટ એટેકને કારણે મોત
  • પરીક્ષા આપીને પરત ફરી રહેલો વિદ્યાર્થી વાત કરતા કરતા મોત ભેટ્યો

Mehsana Youth Dies Heart Attack: કડીના 18 વર્ષીય યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થવાની ઘટના સામે આવી છે. એન્જિનિયરિંગ પરીક્ષા આપીને પરત ફરી રહેલો વિદ્યાર્થી વાત કરતા કરતા મિત્રના ખભા ઉપર માથું ટેકાવી દેતા સીસીટીવી ફૂટેજ પ્રકાશમાં આવ્યા છે. યુવકની મોતની ઘટનાએ તેના પરિવારને હચમચાવી દીધો છે. કડીના યુવકનું હૃદય રોગના હુમલામાં મોત થવાની ઘટનાએ માત્ર તેના પરિવારને જ નહીં પરંતુ આખા ગામને શોક મગ્ન બનાવી દીધું છે.

કડીનો 18 વર્ષીય યુવકનું હાર્ટ એટેકને કારણે મોત ભેટ્યો

મૂળ વિરમગામના અને હાલમાં કડીમાં આવેલી જય રણછોડ સોસાયટીમાં રહેતા અશોકભાઈ મિસ્ત્રી નો 18 વર્ષનો પુત્ર સંકેત મિકેનિકલ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. તે કોલેજમાં પરીક્ષા આપવા માટે ગયો હતો અને પેપર આપીને સાંજના સમયે મિત્ર સાથે ઘરે પરત હતો તે સમયે તેને એકાએક હૃદય રોગનો હુમલો આવ્યો હતો. સોસાયટીના કોમન પ્લો માં મિત્રો સાથે બાંકડા ઉપર બેઠેલા યુવકને એકાએક આવેલા હૃદય રોગના હુમલામાં અન્ય કોઈ કાંઈ સમજે તે પહેલા જ તેને મિત્રના ખભા ઉપર માથું ઢાળી દીધું હતું. એકાએક બનેલા આ બનાવને પગલે તેમ જ સંકેતની સ્થિતિ જોઈને ગભરાઈ ગયેલા તેના મિત્રોએ સ્થાનિક રહીશોને બૂમો પાડીને બોલાવ્યા હતા અને તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જો કે તબીબે યુવકનું હૃદય બંધ થઈ જતા મોતને ભેટ્યો હોવાનું જણાવતા તમામ સોકાતૂર બન્યા હતા.

પુત્રની સાથે હોવાનો પરિવારને વસવસો

સંકેતના પિતા અશોકભાઈ તેમજ પરિવારજનો અમદાવાદ લગ્ન પ્રસંગમાં ગયા હતા જ્યારે સંકેતને પરીક્ષા હોય તે ઘરે રોકાયો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ તેને તેના પિતાને જમવા બાબતે ફોન કર્યો હતો તે સમયે તેઓ વચ્ચે ટૂંકી વાતચીત થઈ હતી. જોકે, પિતા સાથે સંકેતને થયેલી વાતચીતના માત્ર ગણતરીના સમયમાં જ તેનું હૃદય રોગના હુમલાથી અવસાન થતાં એકનો એક પુત્ર ગુમાવ્યા ના વિચાર માત્રથી પરિવાર ભાગી પડ્યો હતો. મિત્રોને પોતાના ખભા ઉપર જ મૃત્યુ થવાની ઘટનાએ યુવકને હચમચાવી મૂક્યો હતો. તેના શબ્દોમાં કહીએ તો અમે બાંકડા ઉપર બેસીને વાતચીત કરી રહ્યા હતા અને સહજતા પૂર્વક હસી મજાક કરી રહેલા સંકેતે ગાયક તેનું માથું ખભા ઉપર ઢોળી દીધું હતું. બે મિનિટ સુધી તો હું પણ કાંઈ સમજી શક્યો નહોતો પરંતુ સંકેત તરફથી કોઈ પ્રત્યુતર ન મળતા કંઈક ખરાબ બન્યું હોવાના એક ડર સાથે પડોશીઓને બોલાવી લીધા હતા.

(ઈનપુટ: કામિની આચાર્ય,મહેસાણા)

    follow whatsapp