Junagadh News: રાજ્યમાં ફરી એકવાર સરકારી નોકરીની લાંલચે યુવાનો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. શિક્ષિત બેરોજગાર યુવાનોને સરકારના ઉચ્ચ વિભાગના બનાવટી ઓર્ડર આપીને પૈસા પડાવવાના કૌભાંડમાં કોંગ્રેસના જ પર્વ ધારાસભ્યના ભાણેજની સંડોવણી સામે આવી છે. સમગ્ર મામલે પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
સરકારી નોકરીના બહાને પૈસા ખંખેર્યા
વિગતો મુજબ, ધોરાજીના નિકુંજ માવાણી અને કલાનાં ગામના નવનીત રામાણી એ જૂનાગઢના રવિરાજ મનસુખ કુંડારિયાને સરકારી નોકરી આપવાના બહાને 10 લાખ પડાવીને ફરાર થઈ ગયા હતા. આરોપીઓ દ્વારા યુવાનને જણાવ્યું હતું કે, હસમુખ પટેલ મારા જાણીતા છે અને ગુજરાત ગૌણ સેવા પરિષદમાં નોકરી મળી જ જશે.’ એમ કહી ટોકન પેટે 1.50 લાખ અને ઓર્ડર મળ્યે 9.50 લાખ આપવાનું નક્કી કર્યું હતું.
ટુકડે-ટુકડે 10 લાખ પડાવ્યા
જૂનાગઢના રવિરાજ નામના યુવકે ટોકન પેટે 1.50 લાખ આપ્યા બાદ આરોપીઓએ ઓર્ડર મળી જશે એમ કહીને રૂપિયા આપવા સૂર્ય ઈન હોટેલમાં બોલાવ્યા હતા અને 6 લાખ રૂપિયા લીધા હતા. રવિરાજને પરીક્ષા માટે નકલી જવાબો પણ આપ્યા હતા, જે પરીક્ષામાં રવિરાજ ફેલ થયો હોવા છતાં આરોપીઓએ નોકરી મળશે એમ કહીને બાકીની રકમ પણ પડાવી લીધી હતી.
જોકે પાસ થયેલા બીજા ઉમેદવારોને ઓર્ડર મળી જતા રવિરાજને શંકા ઉપજી. જેથી તેણે નવનીત અને નિકુંજનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બંનેનો સંપર્ક ન થતાં આખરે રવિરાજે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ધોરાજીના પાટણવાવ ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
(ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)
ADVERTISEMENT