તમે કોન્ટ્રાક્ટ પર છો પરંતુ સરકારને કાયમી કરી દીધી છે, સરકારને બેરોજગાર કરો

અમદાવાદ : અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે ગુજરાતના પ્રવાસે છે. અહીં તેમણે કોન્ટ્રાક્ટ પર રહેલા ગુજરાત સરકારના કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ભગવંત માને…

gujarattak
follow google news

અમદાવાદ : અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે ગુજરાતના પ્રવાસે છે. અહીં તેમણે કોન્ટ્રાક્ટ પર રહેલા ગુજરાત સરકારના કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ભગવંત માને ગુજરાત સરકાર પર ચાબખા વિંઝ્યા હતા. માને જણાવ્યું કે, કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓ છો તમને ક્યારે પણ આ ભાજપ સરકાર છુટ્ટા કરી શકે છે. તમને ગમે ત્યારે ઘર ભેગા કરી શકે છે ભાજપ સરકાર પરંતુ તમે લોકો એકની એક સરકારનો કોન્ટ્રાક્ટ 27 વર્ષથી રિન્યુ કરી રહ્યા છો.

સરકારને તમે કાયમી કરીને પોતે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છો
ભાજપની સરકારનો કોન્ટ્રાક્ટ આ વખતે રદ્દ કરી દો એટલે એમને પણ ખબર પડે કે બેરોજગારી શું છે અને બેરોજગાર બેસવું પડે તો કેવું દર્દ થાય છે. તેમને પણ તમારૂ દર્દ છે તેવું દર્દ એમને આપો. જેથી એ લોકોને તમારુ દર્દ સમજી શકાય. 27 વર્ષથી ચાલી રહેલા રાજના કારણે તેમને અહંકાર આવી ગયો છે. હવે તેમને નાગરિકોની કંઇ પડી નથી. પંજાબમાં અમે તમામ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કર્યા છે અને કાયમી કરી રહ્યા છીએ.

નાગરિકો આ સરકારને બેરોજગાર કરો તો તેમને પણ બેરોજગારોનું દર્દ ખબર પડે
ગુજરાતમાં આ વખતે નાગરિકોએ ઝાડુ પકડી લેવાની જરૂર છે. આ શાસન કરતા તો અંગ્રેજ શાસન સારુ. આ સરકાર કોઇની લોન માફ કરી રહી છે, કોઇ બેંક લુટીને જઇ રહ્યા છે. કોઇ વિદેશમાં જમીનો મકાનો ખરીદી રહ્યા છે. ગરીબોને મોંઘવારી સિવાય કાંઇ જ મળ્યું નથી. આ આઝાદી તો ભગતસિંહ નહોતા ઇચ્છતા. સરકારી શાળામાં યોગ્ય શિક્ષણ નથી મળી રહ્યું. ગરીબ બિમાર પડે તો સારવારના અભાવે લાઇનોમાં બેસી બેસીને અડધો મરી જાય છે.

    follow whatsapp