અમદાવાદ : ગુજરાતની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ નેતાઓના વાણીવિલાસના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. તેવામાં અચાનક ગુજરાત કોંગ્રેસનાં એક ધારાસભ્યનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઇન્દ્રજીતસિંહ પરમારે પ્રચાર દરમિયાન કહ્યું કે, ઘણા લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે પરંતુ તમે લોકો મારા માટે અલ્લાહ સમાન છો. મારા માટે માં બાપ સમાન છો. વધુમાં મુસ્લિમ સમાજે મને પેટીઓ ભરીને મત આપ્યા છે અને તેના કારણે જ હુ ધારાસભ્ય બન્યો છું.
ADVERTISEMENT
દવાખાનું હિંદુ વિસ્તારમાં નહી જવા દઉ
આ ઉપરાંત તેમણે દવાખાનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ દવાખાનું પેલી બાજુ જાય તેમ નથી. તેમને દવાખાનાની જરૂર જ નથી. તેઓ ખાનગી દવાખાનામાં જ સારવાર કરાવે છે. હું બાંહેધરી આપુ છું કે હિંદુ વિસ્તારમાં દવાખાનાને નહી જવા દઉં. હાલ તો આ અંગેનો વિવાદિત વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ચંદનજીના કારણે પહેલાથી જ કોંગ્રેસ અસહજ છે
હાલમાં જ કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં દેશને લઘુમતી સમાજ જ બચાવી શકે તેવો ઉલ્લેખ કરતો વીડિયો વાયરલ થયો હતો. હાલ તો આ અંગે ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લઘુમતી તૃષ્ટીકરણનો વધારે એક વીડિયો વાયરલ થતા કોંગ્રેસ ચૂંટણી સમયે જ ઘેરાઇ જાય તેવી શક્યતાઓ રાજનીતિત પંડીતો વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT