કોંગ્રેસ સરકાર કોરોનામાં હોત તો, વેક્સિન અને લોકોના મફત રાશનના રૂપિયા ખાઈ જતાંઃ નસવાડીમાં યોગી આદિત્યનાથે કહ્યું

નરેન્દ્ર પેપરવાલા.છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાની સંખેડા બેઠક ઉપર ભાજપના ઉમેદવારના સમર્થનમાં યોગી આદિત્યનાથે નસવાડી ખાતે જનસભા સંબોધી છે. વિધાનસભા ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુરમાં આજથી ભાજપના ઝંઝાવાતી પ્રચાર…

gujarattak
follow google news
નરેન્દ્ર પેપરવાલા.છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાની સંખેડા બેઠક ઉપર ભાજપના ઉમેદવારના સમર્થનમાં યોગી આદિત્યનાથે નસવાડી ખાતે જનસભા સંબોધી છે. વિધાનસભા ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુરમાં આજથી ભાજપના ઝંઝાવાતી પ્રચાર કાર્યનો આરંભ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નસવાડીથી કર્યો છે. જાહેરસભામાં યોગી આદિત્યનાથે ગુજરાતીમાં પ્રવચન શરૂ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત મોડલની આજે દેશ વિદેશમાં અમલવારી થઈ રહી હોવાનું જણાવી આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદ વિરુદ્ધ રાષ્ટ્ર વિરોધીઓને ઉખાડી ફેંકવા હાંકલ કરીને વિધાનસભા ચૂંટણી જીતાડવા નાગરિકોને ભાજપને વિજયી બનાવવા ભાર પૂર્વક અનુરોધ કર્યો છે.
કોંગ્રેસ શાસનમાં હોત તો…?- યોગી આદિત્યનાથે પુછ્યા આ સવાલો
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નરેન્દ્ર મોદી અને ભાજપની સિદ્ધિઓ ગણાવતા આદિવાસી મહિલા દ્રૌપદી મૂર્મૂ દેશનું શ્રેષ્ઠ સ્થાન અપાયું હોવાનું જણાવી આદિવાસી સમાજને ગર્વ અપાવાની વાત કહી. વધુમાં યોગી આદિત્યનાથે કૃષ્ણ, ગાંધી, સરદાર અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ એવા ગુજરાતમાં આવતા ધન્યતાની લાગણી અનુભવતા હોવાનું કહ્યું હતું. જાહેરસભામાં તેઓએ લોકોને સવાલો કરતા કહ્યું હતું કે શું કોંગ્રેસ શાસનમાં હોત તો કાશ્મીરમાં કલમ 370 હટી હોત ? અયોધ્યામાં રામ મંદિર બન્યું હોત ? શું કાશી વિશ્વનાથ મંદિરની ભવ્યતા આટલી નિખરી શકી હોત ? કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા યોગીએ કોંગ્રેસની સરકાર હોત તો કોરોના કાળની વેક્સિનના અને લોકોને અપાતા મફત રાશનના રૂપિયા ખાઈ જતાં હોવાનું કહ્યું હતું. આ જાહેરસભા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. જેમાં આદિવાસી સમાજમાં પારંપરિક ઢોલ લઈને મોટી સંખ્યામાં લોકો બીજેપીની જાહેરસભા યોજાય હતા.

    follow whatsapp