Gandhinagar News: ગાંધીનગરમાં સચિવાલયના ઝેરોક્ષ ઓપરેટરનું કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટ પર કામ કરનારા ભેજાબાજે સરકારી નોકરીની લાલચ આપીને 27 જેટલા નોકરી પાસેથી વાંચ્છુઓ GPSCમાં નોકરી અપાવવાના બહારને 1.43 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ગાંધીનગરના સેક્ટર-7માં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
નોકરીની લાલચે યુવાનો પાસેથી પૈસા પડાવ્યા
ગાંધીનગરમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, અમદાવાદના ચાંદખેડામાં રહેતા અમિત ભાવસાર ઝેરોક્ષ રીપેર કરતી કંપનીમાં કામ કરે છે અને તેમનો સંપર્ક ગાંધીનગરમાં સેક્ટર-11માં આવેલી ઝેરોક્ષની દુકાનમાં ઓપરેટર તરીકે કામ કરતા શૈલેષ ઠાકોર સાથે થયો હતો. શૈલેષે નવા સચિવાલયમાં ઝેરોક્ષ મશીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો અને અમિતભાઈ પણ ત્યાં મશીન રીપેર કરવા જતા. એક દિવસે શૈલેષે અમિતભાઈને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા અને જણાવ્યું હતું કે, GPSCમાં વર્ગ-3ની ચાર જેટલી જગ્યા ખાલી છે. કોઈને નોકરી જોઈતી હોય તો 5 લાખ રૂપિયામાં કામ થઈ જશે.
પૈસા લઈને કોલ લેટર ન મળતા થઈ પોલીસ ફરિયાદ
જોકે અમિતભાઈએ કોઈ રસ દર્શાવ્યો નહોતો. બાદમાં અમદાવાદમાં ઝેરોક્ષ મશીન રીપેર કરતા જતાં ત્યાંના દુકાન માલિકે સરકારી નોકરી મેળવવામાં રસ દાખવ્યો અને ત્યારબાદ શૈલેષ સાથે તેનો સંપર્ક થયો હતો. આમ એક બાદ એક 27 જેટલા લોકોએ સરકારી નોકરી માટે શૈલેષનો સંપર્ક કર્યો હતો અને તેણે તમામ પાસેથી 2થી 5 લાખ રૂપિયા સુધી પૈસા લીધા હતા. જોકે શૈલેષ દ્વારા પૈસા લીધાના 1.5 વર્ષ બાદ પણ નોકરીના કોલ લેટર આપવામાં આવતા નહોતા, આથી તમામ લોકો તેની પાસે પૈસા માગી રહ્યા હતા. જોકે પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતા મધ્યસ્થી થયેલા અમિત ભાવસારે આ મામલે ગાંધીનગર શૈલેશ ઠાકોર સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
(ઈનપુટ- દુર્ગેશ મહેતા, ગાંધીનગર)
ADVERTISEMENT