કૌશિક કાંઠેચા/કચ્છ : સરકારી ટ્રેઝરી ઓફિસના તાળા ખોલી RTO કચેરીના 24 લાખ રોકડની ચોરી, ચોર ગેંગ જાણે કે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં સરકારી ટ્રેઝરી ઓફિસનો સ્ટ્રોન્ગ રૂમ સરકારી કચેરીઓ નાણાં માટે સુરક્ષિત માનવામાં આવતો હોય છે. જો કે ગુજરાતમાં અરાજકતાની સ્થિતિ એટલી વણસી ચુકી છે કે, હવે સરકારી ટ્રેઝરી ઓફિસ પણ સુરક્ષિત નથી.
ADVERTISEMENT
મધરાતે પોલીસ ક્યાં હતી તે સવાલ?
કચ્છના અંજાર પ્રાંત કચેરી સંકુલ અંદર આવેલી સરકારી ટ્રેઝરી ઓફિસના તાળા તોડી અને 24 લાખની ચોરી થતા કાયદો અને વ્યવસ્થા ઉપરાંત પોલીસ સામે સવાલો થઇ રહ્યા છે. કચ્છના અંજારમાં મધરાતે સરકારી ટ્રેઝરી ઓફિસના તાળા તોડી અને સ્ટ્રોન્ગ રૂમમાંથી 23.56 લાખ રોકડ અને ઘરેણાં સહિતના કિંમતી માલ-સામાનની ચોરીની ઘટના સામે આવી છે.
બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો શું કરી રહ્યા હતા?
ઉલ્લેખનીય છે કે, સરકારી ટ્રેઝરી ઓફિસને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવે છે. 24 કલાક પોલીસકર્મી તેની સુરક્ષા કરે છે છતાંય ચોરીની ઘટના કઈ રીતે બની એક ગંભીર સવાલ છે.ટ્રેઝરી ઓફિસમાં RTO ઓફીસ પણ આવેલી છે. અહીં પોલીસ પહેરો હોવા છતા પણ 24 લાખ રોકડ ચોરી થઇ છે.
ચોર પૈસા તો ઠીક મજબુત ગણાતા તાળા પણ ચોરી ગયા
ગુરુવારે સાંજે કચ્છ ગાંધીધામ આરટીઓના કર્મચારીઓ રોકડ ભરેલી પેટી મૂકી આવ્યા હતા, પરંતુ બીજા દિવસે સવારે પરત પૈસા ભરેલી પેટી લેવા જતા પેટીમાં તાળા જ નહોતા. પેટી અંદરના 24 લાખ પણ ગાયબ થઇ ગયા હતા. ચોર તાળા પણ ચોરી ગયા હતા.
માત્ર બે લોકો પાસે જ હતી ટ્રેઝરીની ચાવી
અંજાર પોલીસ અનુસાર,ચોરીની ઘટનામા અંજાર ટ્રેઝરી ઓફિસમાં સ્ટ્રોંગ રૂમમાં ભારે વજન ધરાવતા બે તાળા પણ સાથે લઈ ગયા છે, અંજાર ટ્રેઝરી કચેરી ઓફિસર દર્શનાબેન વૈદ્ય અને સીનિયલ ક્લાર્ક અમૃતલાલ બાંભણીયા ગુરુવારે સાંજે આશરે 5:10 કલાકે સ્ટ્રોંગ રૂમને તાળું મારીને બહાર નીકળ્યા હતા.
અંજાર પોલીસ દ્વારા સમગ્ર મામલે કેસ દાખલ કર્યો
દર્શનાબેન વૈદ્ય અને અમૃતલાલ બાંભણીયા બંને પાસે તાળાની એક-એક ચાવી હતી. પોલીસ ગાર્ડ પણ ટ્રેઝરી સુરક્ષા માટે હતા, તેમ છતાંય મધરાતે ચોરીની ઘટના બની હતી. શુક્રવારે દર્શના વૈદ્યને ચોરીની ઘટના વિશે જાણ થતા તેમને અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલ પોલીસ CCTV ફૂટેજ તપાસી રહી છે અને FSL ની મદદથી ચોરીની ઘટનાની તપાસ ચલાવી રહી છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે રાજ્યની ટ્રેઝરી ઓફિસમાં પોલીસ સુરક્ષા હોવા છતાંય ચોરીની ઘટના થતી હોય તો એ પોલીસ સુરક્ષા સામે સવાલો ઉભા કરે છે.
ADVERTISEMENT