નવી દિલ્હી : જર્મનીની રાજધાની બર્લિનમાં રેડિસન બ્લૂ હોટલમાં એક પ્રખ્યાત એક્વેરિયમ શુક્રવારે તુટી ગયું હતું. આ ઘટના સવારે પાંચ વાગ્યે બની હતી. એક્ટિવેરિયમ એટલું વિશાળ હતું કે, તુટ્યા બાદ હોટલ અને રસ્તા પર લાખો લિટર પાણી વહેવું થયું હતું. ઘટનાની માહિતી મળતાની સાથે જ ઇમરજન્સી સર્વિસના 100 લોકોની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
ADVERTISEMENT
બર્લિનના મિટ્ટા જિલ્લામાં ઘટના બની
એક મીડિયા રિપોર્ટ અનુસાર બર્લિનના મિટ્ટા જિલ્લામાં એક્વાડોમ નામના આ એક્વેરિયમમાં વિસ્ફોટ થતા 2,64,172 ગેલન પાણી ચારેતરફ ફેલાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, એક્વેરિયમમાં 1500 માછલી હતી. જે આખી હોટલમાં ચારેબાજુ ફેલાઇ ગઇ હતી.
વિશ્વનો સૌથી મોટું નળાકાર એક્વેરિયમ
જો કે એક્વોડોમ એક્વેરિયમની ઉંચાઇ 15.85 મીટર હતી. એ વિશ્વના સૌથી મોટા નળાકાર માછલીઘર તરીકે જાણીતું છે. એક્વેરિયમ તુટવાના કારણે કાચના ટુકડા વાગવાને કારણે બે લોકો ઘાયલ પણ થઇ ચુક્યાં છે. હાલ તો આ સમગ્ર ઘટનાની તપાસ ચલાવવામાં આવી રહી છે. આ માટે એક્સપર્ટની સલાહ પણ લેવામાં આવશે. આ ઘટના બાદ લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં આવશે.
હોટલમાં અનેક માછલીઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા
હોટલમાં હાજર ગેસ્ટે કહ્યું કે, એક્વેરિયમમાં વિસ્ફોટ થયો હોય તેવું લાગ્યું કે, ભુકંપ આવ્યો છે. હોટલ મેનેજમેન્ટ સંભાળનારા લોકો કહે છે કે, 1500 માછલી સ્થળ પર જ મરી ગઇ છે. જ્યારે અન્ય માછલીઓને નાની ટાંકીમાં રખાયા છે. બર્લિનના મેયર ફ્રાંજિસ્કા ઝિફે કહ્યું કે, સારી વાત છે કે,માછલીઘરમાં વહેલી સવારે જ વિસ્ફોટ થયો હતો. જ્યારે કોઇ હાજર નહોતું. આ ઘટના અન્ય કોઇ સમયે બની હોય તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. હોટલમાં લગભગ 350 લોકો હતા. 2020 માં એક્વેરિયમનું સમારકામ કરાયું હતું. આ દરમિયાન તમામ ટાંકીઓની સફાઇ કરાઇ હતી.
ADVERTISEMENT