કચ્છઃ રાજ્યમાં અનેક જગ્યાએ વીજ બિલ ન ભરી શકતા લાઇટ કનેક્શન કપાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની હાલત કઈક આવી જ બની છે. દુનિયાભરઆ મોટા મોટા બણગાં ફૂંકતા વાસ્તવિકતા કઈક અલગ જ સામે આવી છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા મ્યુઝિયમનું વીજ બિલ ન ભરાતા કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટના મ્યુઝિયમનું વીજ બિલ ન ભરાતા અને કનેક્શન કપાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને ધોળાવીરાનો કડવો અનુભવ થતાં તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
ADVERTISEMENT
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને પ્રવાસન સ્થળ ધોળાવીરામાં કડવો અનુભવ થયો રાજ્ય સરકાર અત્યારે જી-20 ની તૈયારીઓ કરી રહી છે g20 દેશના પ્રતિનિધિઓને ભારતના પુરાતન ઐતિહાસિક સ્થળોના દર્શન કરાવી રહી છે અને મોટી મોટી જાહેરાતો કરી રહી છે. ત્યારે કચ્છનું પુરાતન સંસ્કૃતિ સમુહ ધોળાવીરામાં લાઈટ પાણીના અભાવે હેરાન થઈ રહ્યું છે. ત્યારે આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. કિરીટ પટેલે ધોળાવીરા પ્રવાસન સ્થળની મુલાકાતે ગયા હતા પરંતુ અહીં વીજળી તેમજ પીવાના પાણીની વ્યવસ્થા નહીં હોવાનો કડવો અનુભવ થયો હતો.
46 હજારનું બાકી છે બિલ
આર્કોલોજિસ્ટ કચેરીએ બિલ ન ભરતા પીજીવીસીએલ દ્વારા લાઇટ કાપવાની ફરજ પડી છે. 46 હજાર રૂપિયાનું લાઇટ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે. સરકાર પણ આ વર્લ્ડ હેરિટેજ સાઇટને સતત પ્રમોટ કી રહી છે બીજી તરફ આ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ સહિત અનેક નિર્માણો કરાયા છે. પરંતુ લાઇટ બિલ ન ભરાતા તંત્ર સામે સવાલ ઉઠી રહ્યો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ અંગે સરકારને પત્ર પણ લખ્યો છે.
આ પણ વાંચો: ફરી એક વખત ભાજપથી નારાજ થયા સાંસદ મનસુખ વસાવા, લગાવ્યો આ ગંભીર આરોપ
જાણો શું લખ્યું પત્રમાં
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કહ્યું કે, ખૂબ જ દુ:ખ અને વેદના સાથે આપને જણાવી રહ્યો છું કે છેલ્લા ત્રણ દિવસથી કચ્છમાં ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ મ્યુઝિયમ ખાતે સમયસર વીજળી બિલ ન ભરતા વીજ કનેક્શન કાપી નખેલ છે. જેના કારણે પ્રવાસીઓને પ્રદર્શન જોવામાં, આ સાઇટ માટે બનાવવામાં આવેલ ડોક્યુમેન્ટરી જોઈ નથી શકતા. પીવાના પાણીથી લઈ અનેક મુશ્કેલીઓ પ્રવાસીઓને પડી રહી છે. જી 20 માટે લાખો રૂપિયા અહી રોડ નિર્માણ માટે આપ્યા છે. તે સારી બાબત છે. પરંતુ વીજ બિલની મામૂલી રકમ સરકાર દ્વારા ભરી શકાતી નથી. અને જેને કારણે આજની દુ:ખદ પરિસ્થિતિનું નિર્માણ ધોળાવીરા ખાતે થયું છે. આ અંગે સત્વરે કાર્યવાહી કરવામાં આવે અને પુન: આવું ન બને તે તકેદારી રાખવા વિનંતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT