World Cup Final: ‘ભારત ટોસ હારશે, પરંતુ જીત પાક્કી’, જ્યોતિષીએ ફાઈનલ માટે શું કરી ભવિષ્યવાણી?

India vs Australia World Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને હવે માત્ર થોડા કલાકો જ બાકી છે. ટીમ ઈન્ડિયા…

gujarattak
follow google news
India vs Australia World Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને હવે માત્ર થોડા કલાકો જ બાકી છે. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ફાઈનલ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ફાઈનલ મેચ પહેલા એક જાણીતા જ્યોતિષીએ ફાઈનલ મેચને લઈને ભવિષ્યવાણી કરી છે. સુમિત બજાજ નામના આ જ્યોતિષની ભવિષ્યવાણી એટલા માટે પણ ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે ભૂતકાળમાં તેમણે સેમીફાઈનલ સહિતની તમામ મેચોની સચોટ જાણકારી આપી હતી. તેમણે યુટ્યુબ પર પોતાના એક વીડિયોમાં કહ્યું છે કે, ‘વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારત ટોસ હારી જશે, પરંતુ મેચમાં જીત નિશ્ચિત છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ પણ પોતાની બોલિંગથી શાનદાર પ્રદર્શન કરશે.’
જાડેજા અને કુલદીપ રહેશે મહત્વપૂર્ણ
સુમિત બજાજે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, “ભારત ઓસ્ટ્રેલિયાની સરખામણીમાં એક પોઈન્ટ આગળ છે, જેનાથી જાણવા મળે છે કે ફાઈનલ જીતવા માટે બંને ટીમો પોતાનો દમ બતાવશે. તે છેલ્લે સુધી જશે, જેમાં ભારતની જીત થશે. ભારતનું પલડું ભારે છે અને ભારતની જીત નિશ્ચિત છે. ભારતીય ફાસ્ટ બોલરો એક-એક અથવા બે-બે વિકેટ લઈ શકે છે, પરંતુ જાડેજા અને કુલદીપ યાદવ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. બંને ખેલાડીઓ મેચને ભારતની તરફેણમાં ફેરવશે. બેટ્સમેનોમાં રોહિત શર્મા મહત્વની ઈનિંગ્સ રમી શકે છે. વિરાટ કોહલી પણ ફાઈનલમાં ઘણી સારી ઇનિંગ રમીને ભારતને જીત અપાવી શકે છે. આ સિવાય ત્રીજા બેટ્સમેન શ્રેયસ અય્યર પણ શાનદાર પ્રદર્શન કરી શકે છે. તો ઓસ્ટ્રેલિયન ટીમના ડેવિડ વોર્નર, મિશલ માર્શ અને સ્મિથ શાનદાર બેટિંગ કરી શકે છે.’
‘ટોસ હારી જશે પણ જીત ફાઈનલ’
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત ટોસ હારી શકે અને ઓસ્ટ્રેલિયા પહેલા બેટિંગ કરી શકે છે. જો ભારતીય ટીમ હારશે તો પણ ભારતનું પલડું ભારે જ રહેશે અને આગળ વધશે. મેચ દરમિયાન એકંદરે પળો મહત્વપૂર્ણ બની રહી છે. 3.25થી 3.30, 4.16થી 4.30 અને પાંચ વાગ્યા વચ્ચેનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ સમયગાળા દરમિયાન વિકેટ પડી શકે છે. તેમણે ભવિષ્યવાણી કરી છે કે ટીમમાં કોઈ ફેરફાર નહીં થાય. રોહિત શર્મા તેના વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરશે નહીં. આ સિવાય 2.30થી 3 વાગ્યાનો સમય ઓસ્ટ્રેલિયાની તરફેણમાં વધુ હોઈ શકે છે. 9.50ની આસપાસ બંને વચ્ચે ઘણી હરીફાઈ થશે અને તે પછી ભારત મેચને જીતમાં કન્વર્ટ કરશે.
    follow whatsapp