સુરતમાં બનશે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન, નિર્માણ કાર્ય પુરજોશમાં શરુ

સંજય રાઠોડ, સુરત: શહેરનારેલ્વે સ્ટેશનના નિર્માણ કાર્યનો આરંભ કરી દેવામાં આવ્યો છે. બિલ્ડીંગ ઉભું કરતા પહેલા સુરત એસટી, રેલ્વેની ગોદી સહિતની જગ્યાને કવર કરી ત્યાંથી…

gujarattak
follow google news

સંજય રાઠોડ, સુરત: શહેરનારેલ્વે સ્ટેશનના નિર્માણ કાર્યનો આરંભ કરી દેવામાં આવ્યો છે. બિલ્ડીંગ ઉભું કરતા પહેલા સુરત એસટી, રેલ્વેની ગોદી સહિતની જગ્યાને કવર કરી ત્યાંથી કાટમાળ ખસેડવાનો આરંભ કરી દેવાયો છે. રેલ્વે ગોદીને ઉધના શિફ્ટ કરવા સાથે પ્લેટફોર્મ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહી સુરત રેલ્વે સ્ટેશનથી દોડતી તાપ્તીગંગા, સુરત અમરાવતી સહિતની મેમુ અને ઇન્ટરસીટી ટ્રેનોને સુરતને બદલે ઉધના રેલ્વે સ્ટેશનથી દોડાવવા રેલ્વે તંત્ર પાસે મંજુરી માંગવામાં આવી છે. હાલ મંજુરી મળી નથી પરંતુ મંજુરી મળતા જ અધતન રેલ્વે સ્ટેશન બનાવવાની કામગીરી પુરજોશમાં શરુ કરી દેવાશે. ભારત દેશના સૌથી પહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ સ્ટેશનનુ ખાત મૂહર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે થયું હતું. તેનું કામ શરુ થઇ ચુક્યું છે. 30 મી નવેમ્બરે એનું ટેન્ડર 878 કરોડ રૂપિયાનું અપાઈ ગયું છે.

સુરતનું અદ્યતન રેલ્વે સ્ટેશન બનવાની દિશામાં કાર્ય શરૂ
સુરત રેલ્વે સ્ટેશનને અધ્યતન બનાવવાની છેલ્લા ઘણા સમયથી સાંભળવામાં આવતી વાતને આજે શરૂઆત કરવામાં આવી છે. સુરતનું ઔદ્યોગિક રેલ્વે સ્ટેશન  બનવા તરફનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં અંદાજીત 878 કરોડના ખર્ચે સુરતનું અધતન રેલ્વે સ્ટેશન બનાવાશે. રેલ્વે સ્ટેશન બનાવવા માટે રેલ્વેની સાથે પાલિકા અને સુરત એસટીની જમીનનો પણ ઉપયોગ કરાશે .

કોન્ટ્રાક્ટ દ્વારા કામગીરી શરૂ કરી દેવાઇ
સુરતના અધતન રેલ્વે સ્ટેશન માટે પ્રધાનમંત્રીએ ઓનલાઈન માધ્યમથી ખાતમૂહર્ત કર્યું હતું. ત્યારબાદ રેલ્વે મંત્રી દર્શના  જરદોશ પણ ચુંટણી પહેલા ખાત મૂહર્ત કર્યું હતું. હવે કોન્ટ્રકટર દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે. સૌ પ્રથમ રેલ્વે યાર્ડ ગોળીને ખાલી કરી દેવામાં આવી છે.ત્યાં હવે પ્લેટફોર્મ બનાવવા પતરાની વાડ ઉભી કરી દેવામાં આવી છે. આ સાથે જ ટેમ્પરરી ધોરણે અહિયાં ઓફીસ બનાવશે. બીજી તરફ રેલ્વે સ્ટેશનની કામગીરી પુરજોશમાં ચાલુ કરતા પહેલા સુરત રેલ્વે સ્ટેશનથી ઉપડતી ટ્રેનોનો ઉધના શિફ્ટ કરી દેવાશે. એટલ કે સુરતને બદલે ઉધના રેલ્વે સ્ટેશનથી ટ્રેન દોડાવાશે. આ માટે પશ્ચિમ રેલ્વેએ રેલ્વે મંત્રાલય પાસે મંજુરી માંગી લીધી છે. પરંતુ હજુ સુધી મંજુરી મળી નથી. મંજુરી મળતા જ તાપ્તિ ગંગા ટ્રેનોને સુરતને બદલે ઉધના રેલ્વે સ્ટેશનથી દોડાવવાનો આરંભ કરી દેવાશે.

ત્રણ તબક્કામાં સુરત રેલ્વે સ્ટેશનનું કામ થશે
રેલ મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે ભારત દેશના સૌથી પહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ સ્ટેશનનુ ખાત મૂહર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે થયું હતું. તેનું કામ શરુ થઇ ચુક્યું છે. 30 મી નવેમ્બરે એનું ટેન્ડર 878 કરોડ રૂપિયાનું અપાઈ ગયું છે. ત્રણ તબક્કામાં કામ થશે. પહેલા તબ્બકામાં લોકોને અવગડ ના પડે તે માટેની તૈયારી સાથે કામગીરી થઇ રહી છે.

    follow whatsapp