ગાંધીનગર : ગુજરાતમાં યોજાઇ રહેલી G20 બેઠકોમાં સહભાગી થવા માટે આવેલા વર્લ્ડબેંકના પ્રેસિડેન્ટ અજય બાંગા અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગર વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન વર્લ્ડબેંકના પ્રેસિડેન્ટે અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત સાથે વર્લ્ડ બેંકને સંબોધતા સેતુ સુદ્રઢ થતો રહ્યો છે અને ગુજરાત વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે.
ADVERTISEMENT
વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગાની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. અજય બાંગા ગુજરાતમાં આયોજીત G20 બેઠકમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા હતા. ગુજરાતના વિકાસ મોડલ માટે વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટે મુખ્યમંત્રી અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત મોટા પ્રોજેક્ટ, મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સહાય માટે વર્લ્ડબેંક તત્પર છે.
ADVERTISEMENT