ગાંધીનગરઃ ગુજરાતમાં ડેટા એનાલીટીકસ થકી શૈક્ષણિક ગુણવત્તા શ્રેષ્ઠ બનાવવામાં મહત્વનો ભાગ ભજવી રહેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ દુનિયાના અન્ય દેશોમાં પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે વર્લ્ડ બેંકના અલગ અલગ દેશોના ડેલીગેટ્સ દ્વારા આજે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરમેશ્વરન ઐયર, વર્લ્ડ બેંકના સિનીયર એડવાઈઝર ટુ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજીવ ટોપનો તેમજ વર્લ્ડ બેંકના ચીન, બ્રાઝિલ, યુકે, આર્જેન્ટીના, સાઉદી અરેબિયા સહિત આશરે ૧૦૦ દેશોનું પ્રતિનિધિત્વ કરતા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ સહીત ૨૦ સભ્યોનું ડેલીગેશન આ મુલાકાતમાં જોડાયું હતું.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ સાંભળીને ચક્કર ખાઇ જશો, 20 રૂપિયાનો વધારો ઝીંકાયો
‘અન્ય દેશો-રાજ્યો માટે અનુકરણીય મોડલ’
આ પ્રતિનીધીઓને ગુજરાતની શિક્ષણક્ષેત્રની પરિવર્તન યાત્રા બતાવવામાં આવી હતી. આ પ્રતિનિધિ મંડળ દ્વારા શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે પણ સંવાદ કરવામાં આવ્યો હતો અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર થકી તેમને થઈ રહેલા ફાયદાઓ અંગે માહિતી મેળવી હતી. તાજેતરમાં વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બાંગા તેમજ જેનેટ યેલન, સેક્રેટરી ટ્રેઝરી, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં અજય બાંગા દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર દુનિયાના અન્ય દેશો અને ભારતના અન્ય રાજ્યો માટે અનુકરણીય મોડેલ છે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.
ADVERTISEMENT