અમદાવાદ: શહેરમાં ધનતેરસના દિવસે જ સોનાની દુકાનમાં લૂંટનો બનાવ બન્યો હતો. કારીગરોએ શેઠને દુકાનમાં બંધ કરીને 3 કિલો સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે શેઠે પોલીસને ફોન કરી હતી. જે બાદ પોલીસે દુકાનના સ્ટ્રોંગ રૂમમાંથી માલિકને બહાર કાઢ્યા હતા, જોકે ત્યાં સુધીમાં કારીગરો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
રાત્રે 2 વાગ્યે લૂંટની ઘટનાને અંજામ આપ્યો
ઘટનાની વિગતો મુજબ, શહેરના મોટેરા ગામમાં આવેલા અંજલી જ્વેલર્સ નામની દુકાનમાં ધનતેરસ હોવાથી મોડી રાત સુધી ગ્રાહકોની અવરજવર હતી. આ બાદ રાત્રે 2 વાગ્યે દુકાન માલિક અને કારીગર સમાન સરખો મૂકી રહ્યા હતા. જેવા દુકાનના માલિક દાગીના સ્ટ્રોંગ રૂમમાં મૂકવા માટે અંદર ગયા, બે કારીગરોએ બહારથી સ્ટ્રોંગ રૂમને બંધ કરી દીધો, જેથી માલિક અંદર જ ફસાઈ ગયા હતા. આ બાદ બંને કારીગરોએ 3 કિલો સોનાના દાગીનાની લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
શેઠે સ્ટ્રોંગ રૂમમાંથી પોલીસને ફોન કર્યો
આ દરમિયાન સ્ટ્રોંગ રૂમમાં બંધ શેઠે પણ ત્યાંથી પોલીસને ફોન કર્યો હતો. જે બાદ પોલીસ સ્થળ પર પહોંચીને દુકાન માલિકને બહાર કાઢ્યા હતા. આ સમગ્ર મામલે હવે પોલીસે બંને કારીગરોને શોધખોળ શરૂ કરી છે. જાણકારી મુજબ, બંને કારીગરો છેલ્લા 5 વર્ષથી જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતા હતા. ત્યારે ધનતેરસના દિવસે જ તેમણે માલિકને પૂરીને સોનાની લૂંટ આચરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.
ADVERTISEMENT