હિરેન રવૈયા/અમરેલી: પુરુષ સમોવડી મહિલાઓની વાતો કરવામાં આવે છે પણ પુરુષ સમોવડી મહિલાઓની સાચી ઓળખ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની વસંતબેન કેવડીયા છે. જે છેલ્લા 40 વર્ષથી મહિલાઓને પગભર કરવા કમર કસી રહી છે. અને આજે 1100 જેટલી મહિલાઓને ઘરબેઠા કામ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. જેની નોંધ કેન્દ્ર સરકારે લઈને એવોર્ડ પણ પાઠવ્યો છે. ત્યારે આજે મહિલા દિન નિમિતે વસંતબેન કેવડીયાની સિદ્ધિ જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં.
ADVERTISEMENT
ગૃહ ઉદ્યોગથી અન્ય મહિલાઓને પગભર કરી
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દેવળાગેટ વિસ્તારમાં વસંતબેન કેવડીયા રહે છે. વસંતબેન કેવડીયા પોતાના હેન્ડિગ્રાફ્ટનો ઘરે ગૃહ ઉઘોગ શરૂ કર્યો છે. આ હેન્ડિગ્રાફ્ટ ગૃહ ઉઘોગ થકી સાવરકુંડલા શહેર તાલુકા સાથે ખાંભા, ગીર સોમનાથ સુધીની મહિલાઓને ઘર બેઠા રોજગારી મળી રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમાં જળવંત સફળતા પ્રાપ્ત થઈ છે. ઘરની સજાવટ અને ઘર સુશોભિત લાગે તે માટે તોરણ, હિંઢોણી, ચાંકળા, જુમ્મર, જુનવાણી કલાત્મક લાગે તેવી ગૃહ ઉઘોગ દ્વારા નિર્માણ થતી ઘર સજાવટની વસ્તુઓ બનાવવામાં વસંતબેન કેવડીયા મહિલાઓને ઘર બેઠા રોજગારી મળી જાય છે. અમુક બહેનો પોતાના કામના સમય બાદ વસંતબેનના ઘરે આવીને કામગીરી કરીને ટૂંકા સમયમાં 100 રૂપિયા જેવી રોજગારી મેળવતા હોવાનો આનંદ વ્યક્ત કરે છે.
1100 જેટલી મહિલાઓને રોજગારી આપી
ઘર બેઠા કમાણી અને પોતાના ઘરે લઈ જઈને ફાજલ સમયમાં તોરણ, કલાત્મક આભલાં, ઘરમાં સુશોભન થાય તેવા જુનવાણી પારાથી મઢેલા જુમ્મર, મટકી, મોતિથી મઢેલા કળશ, મોતિકામ, પરદાઓ, બનાવીને મહિલાઓ રોજગારી મેળવે છે. તો અત્યાર સુધીમાં 1100 જેટલી મહિલાઓને ઘર બેઠા રોજગારી આપવાની કામગીરી કરનારા વસંતબેન કેવડીયાને 1997 માં કેન્દ્ર સરકાર તરફથી એવોર્ડ મેળવ્યો હતો. અત્યાર સુધીમાં 21 એવોર્ડ મેળવી ચૂકેલા વસંતબેન કેવડીયા મૂઠી ઊંચેરા મહિલા છે.
21 જેટલી સંસ્થાઓએ એવોર્ડ આપી કર્યા છે સન્માનિત
હેન્ડિગ્રાફ્ટના ગૃહ ઉદ્યોગમાં કેન્દ્ર સરકારે 1997માં વસંતબેન કેવડીયાની મહિલાઓને રોજગારી પૂરી પાડવા સંબંધે સન્માનિત કરી એવોર્ડ પાઠવ્યો હતો. ત્યારે અલગ અલગ સહકારી સંસ્થાઓએ 21 જેટલા એવોર્ડ આપીને આજની ‘નારી તું નારાયણી’ની કહેવતને ખરા અર્થમાં સાર્થક સાબિત વસંતબેન કેવડીયા એ કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT