અમદાવાદમાં મહિલા પરીક્ષા આપતી હતી અને બાળક રડવા લાગ્યું, મહિલા કોન્સ્ટેબલે ‘યશોદા’ બનીને સાચવ્યું

અમદાવાદ: રાજ્યમાં રવિવારના રોજ હાઈકોર્ટમાં પટાવાળાની જગ્યાઓ માટે ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના અનેક કેન્દ્રો પર મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા. ઓઢવમાં…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યમાં રવિવારના રોજ હાઈકોર્ટમાં પટાવાળાની જગ્યાઓ માટે ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના અનેક કેન્દ્રો પર મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા. ઓઢવમાં આવેલી શેઠ આર.સી ન્યૂ હાઈસ્કૂલમાં પણ પરીક્ષા કેન્દ્ર અપાયું હતું. જેમાં એક મહિલા સાથે નાનું બાળક લઈને પરીક્ષા આપવા આવી હતી.

પરીક્ષા આપવા દરમિયાન મહિલાના બાળકે રડવાનું શરૂ કરી દીધું હતું. એવામાં માતા માટે બાળકને સાચવવું કે પરીક્ષા આપવી. એવી સ્થિતિમાં કેન્દ્ર પર હાજર ઓઢવ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મી દયાબેન મદદે દોડી આવ્યા હતા. જેમણે બાળકને પોતાની પાસે રાખીને માતાને પરીક્ષા આપવા મોકલી દીધી હતી અને તેને સાચવ્યું હતું.

ત્યારે મહિલા પોલીસકર્મીના આ સરાહનીય કામની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ બાબતની જાણ થતા અમદાવાદ પોલીસ દ્વારા મહિલા પોલીસકર્મીની બાળક સાથેની તસવીર પોસ્ટ કરવામાં આવી હતી અને તેમના માનવીય અભિગની સરાહના કરી હતી. હર્ષ સંઘવીએ પણ પોલીસના આ કાર્યની પ્રશંસા કરી હતી.

    follow whatsapp