વડોદરા જતી પરિણીતાનું દીકરી સાથે અપહરણ કરી યુવકે આચર્યું દુષ્કર્મ, તમિલનાડુથી પોલીસ પકડી લાવી

Chhota Udepur Rape Case: છોટા ઉદેપુર જિલ્લામાં અપહરણ અને દુષ્કર્મની ધ્રુજાવી નાખે તેવી ઘટના સામે આવી છે. દીકરી સાથે બસમાં જતી મહિલાને ભગાડી જઈને જુદા જુદા સ્થળોએ લઈ જઈને આરોપીએ વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

Crime News

Crime News

follow google news

Chhota Udepur Rape Case: છોટા ઉદેપુર જિલ્લામાં અપહરણ અને દુષ્કર્મની ધ્રુજાવી નાખે તેવી ઘટના સામે આવી છે. દીકરી સાથે બસમાં જતી મહિલાને ભગાડી જઈને જુદા જુદા સ્થળોએ લઈ જઈને આરોપીએ વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. જે બાદ તમિલનાડુથી પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને પરિણીતાને છોડાવી છે.

વડોદરા જતા રસ્તામાંથી પરિણીતાનું અપહરણ

વિગતો મુજબ, છોટા ઉદેપુરના પાવી જેતપુરના એક ગામની પરિણીતા 1લી માર્ચના રોજ દીકરી સાથે વડોદરા જવા નીકળી હતી. દરમિયાન રસ્તામાં તે પાણી લેવા બસમાંથી નીચે ઉતરી અને આવીને જોતા બાળકી સીટ પર નહોતી. આથી તે નીચે ઉતરી અને બાળકીને શોધવા લાગી. ત્યાં બસની બાજુમાં જ પરિણીતાના પતિનો મિત્ર ભરત રાઠવા બાઈક લઈને ઊભો હતો અને દીકરી જોઈતી હોય તો પોતાની સાથે બાઈક પર આવવા માટે કહ્યું.

દીકરીને ઉઠાવી જઈ પરિણીતાને કરી મજબૂર

આથી પરિણીતા બાઈક પર બેસી ગઈ અને ત્યાંથી ભરત તેને જાંબુઘોડા લઈ ગયો. જ્યાં એક યુવકે પરિણીતાની દીકરીને લઈને ઊભો હતો. થોડીવારમાં વાન આવી જેમાં ભરતના મિત્રો હતા. બાળકીને લઈને યોગેશ નામના યુવક અંદર બેસી ગયો અને પરિણીતાને પણ બેસાડી દીધી. બાદમાં રાજપીપળા અને મહારાષ્ટ્રના નંદુબાર લઈ ગયા. અહીંથી ભરતના મિત્રો પાછા જતા રહ્યા અને તે પરિણીતા અને તેની દીકરીને લઈને આંધ્ર પ્રદેશ ગયો. અહીં થોડા દિવસ રોકાયા બાદ કોઈ કામ ન મળતા તે રાજકોટમાં સંબંધીને ત્યાં પરિણીતા અને તેની દીકરીને લઈને આવ્યો હતો. બાદમાં કચ્છ તથા સુરતમાં રોકાયા અને સુરતથી ટ્રેનમાં તમિલનાડુ લઈને પહોંચ્યો હતો.

રૂમમાં પૂરી રાખીને આચર્યું દુષ્કર્મ

પરિણીતાનો આરોપ છે કે ભરત તેને એક રૂમમાં પૂરી રાખતો અને દીકરીને માર મારીને તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. જોકે થોડા દિવસ પહેલા ભરત ભૂલથી રૂમમાં પોતાનો મોબાઈલ ભૂલી જતા પરિણીતાએ પતિને ફોન કર્યો હતો. આથી પતિએ પાવી જેતપુર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ મોબાઈલ લોકેશન મેળવીને તમિલનાડુ પહોંચી હતી અને આરોપી ભરતને ઝડપી પાડ્યો હતો. તથા પરિણીતા અને તેની દીકરીને પણ છોડાવી હતી. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે ભરત તથા તેના મિત્રો સામે ફિયાદ નોંધીને ધરપકડ કરી લીધી છે. 

    follow whatsapp