અમદાવાદમાં 50 વર્ષની મહિલાને યુવક સાથે પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો, બ્રેકઅપ થતા આવ્યું ગંભીર પરિણામ

અમદાવાદ: શહેરના દૂધેશ્વર વિસ્તારમાં પ્રેમનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં 50 વર્ષની મહિલાને પ્રેમ સંબંધ ન રાખવા પર પ્રેમીએ દીકરીની સામે છેડતી કરી…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરના દૂધેશ્વર વિસ્તારમાં પ્રેમનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં 50 વર્ષની મહિલાને પ્રેમ સંબંધ ન રાખવા પર પ્રેમીએ દીકરીની સામે છેડતી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે કંટાળીને મહિલાએ પોલીસને જાણ કરીને પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

1 વર્ષ પહેલા મહિલાને યુવક સાથે સંબંધ બંધાયો હતો
વિગતો મુજબ, શહેરના દૂધેશ્વરમાં રહેતી 50 વર્ષની મહિલાને 1 વર્ષ પહેલા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં મહિલાએ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. પરંતુ ગત 4મે એ મહિલા પોતાના કામ પર જઈ રહી હતી. ત્યારે પ્રેમીએ ત્યાં જઈને ‘તું મારી સાથે કેમ બોલતી નથી’ તેમ કહીને ઝઘડો કર્યો હતો અને પછી ત્યાંથી જતો રહ્યો.

ઘરે આવીને દીકરી સામે મહિલાની છેડતી કરી
મહિલાએ આ અંગે કોઈને જાણ નહોતી કરી. જોકે બાદમાં બુધવારે મહિલા પોતાની દીકરી સાથે ઘરમાં હતી. ત્યારે પ્રેમી ફરીથી ત્યાં પહોંચી ગયો હતો અને ‘તું મારી સાથે કેમ બોલતી નથી’ તેમ કહીને ઝઘડો કર્યો હતો અને દીકરી સામે જ મહિલાની છેડતી કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ બુમાબુમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. એવામાં પ્રેમી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ મહિલાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધાવ્યો હતો.

    follow whatsapp