Ahmedabad Crime News: અમદાવાદમાં વધુ એક મહિલાએ પ્રેમ પ્રસંગમાં આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે. ક્રાઈમ બ્રાન્ચના પરિસરમાં આવેલા બાંકડા પર બેસીને જ મહિલા તબીબે ઈન્જેક્શન મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ ગાયકવાડ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તબીબ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: GPSCના ઉમેદવારોએ ઉગામ્યું આંદોલનનું શસ્ત્ર, આજથી શરૂ કર્યું સોશિયલ મીડિયા મહાઅભિયાન; જાણો શું છે માંગ
ખેડા જિલ્લાની મહિલા ડોક્ટરનો આપઘાત
વિગતો મુજબ, ખેડા જિલ્લાના બાલાસિનોરની વતની અને અમદાવાદના શિવરંજની વિસ્તારમાં પીજીમાં રહેતી ડો. વૈશાલી જોશી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. બુધવારે સાંજે 4 વાગ્યે તેમનો મૃતદેહ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં EOW ઓફિસની બહાર બાંકડા પરથી મળી આવ્યો હતો. વૈશાલીની આજુબાજુમાંથી ઈન્જેક્શન મળી આવ્યા હતા, આથી પોલીસને આપઘાત કર્યો હોવાની શંકા ગઈ હતી. આ અંગેની જાણ થતા જ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો: Ahmedabad: દાણીલીમડાના ખ્વાજા ફ્લેટમાં ભીષણ આગ લાગતા 1 બાળકનું મોત, 8 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
પર્સમાંથી 15 પાનાની સુસાઈડ નોટ મળી
ઘટનાને લઈને મોડી રાત્રે વૈશાલાની માતા-પિતાને જાણ કરાતા તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારે હવે આ બાબતે તેમની પૂછપરછ કરવામાં આવશે. બીજી તરફ મૃતક મહિલા ડોક્ટરના પર્સમાંથી 15 પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચના PI બી.કે ખાચર વિરુદ્ધ આરોપ કરવામાં આવ્યા છે અને PI ખાચરના ત્રાસથી કંટાળીને જ યુવતીને આપઘાત કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
PI અને મહિલા તબીબ હતા સંપર્કમાં
PI તેમજ મૃતક મહિલા તબીબ વચ્ચે છેલ્લા 4 વર્ષથી સંપર્કમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે મહિલા તબીબના મોતને લઈને પોલીસ દ્વારા હાલમાં મૌન સેવવામાં આવી રહ્યું છે. તો પોસ્ટમોર્ટમ બાદ જ આપઘાતનું સાચું કારણ સામે આવી શકે છે. હાલમાં ગાયકવાડ હવેલી પોલીસે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT