Vadodara News: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા મોટા હબીપુરા ગામે રહેતા અને રાજકોટ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનું ફરીતી અપહરણ થયું છે. વિધર્મી યુવક સાથે મૈત્રી કરારમાં રહેતા મહિલા કોન્સ્ટેબલનું ઘરેથી 15 જેટલા શખ્સોએ હુમલો કરીને અપહરણ કર્યું છે. આ મામલે ડભોઈ પોલીસમાં 15 જેટલા શખ્સો સામે અપહરણ અને રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
લિવ-ઈનમાં રહેતા હતા મહિલા કોન્સ્ટેબલ
વિગતો મુજબ, મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી મોટા હબીપુરા ગામમાં સદ્દામહુસેન ગરાસિયા નામના યુવક સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહે છે. શનિવારે સવારે 15 જેટલા શખ્સો હથિયાર સાથે મણીબેનના ઘરમાં ઘુસી આવ્યા હતા અને તેમણે મહિલા કોન્સ્ટેબલ તથા તેમના પ્રેમી સદ્દામને માર માર્યો હતો અને બાદમાં મણીબેનને ઉઠાવીને પોતાની સાથે લઈ ગયા હતા. આ મામલે સદ્દામે 15 જેટલા શખ્સો સામે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
અગાઉ પણ પ્રેમી સાથે ફરાર થયા હતા
ખાસ છે કે, આ પહેલા પણ મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનું અપહરણ થયું હોવાની ઘટનાએ ચકચાર મચાવી હતી. જોકે ઘટનાના 3 દિવસ બાદ તેઓ મહારાષ્ટ્રના કોલ્હાપુરથી વિધર્મી પ્રેમી સાથે મળી આવ્યા હતા.
ADVERTISEMENT