શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મહિલાને તાલીબાની સજા આપતો વીડિયો સામે આવ્યો છે. પરિણીત મહિલા પ્રેમી સાથે ભાગી જતા પતિ અને તેના પરિવારજનોએ ગામની વચ્ચે મહિલાને ઢસડી ગયા હતા. જ્યાં તેની સાડી ઉતારી નાખીને જાહેરમાં માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી.
ADVERTISEMENT
વિગતો મુજબ, ગોધરાના ફતેપુરા તાલુકામાં આવેલા મારગાળામાં પરિણીત મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જે બાદ મહિલા અને પ્રેમીને પકડી લાવીને તેના પતિ અને કુટુંબીજનોએ જાહેરમાં માર માર્યો હતો. તથા મહિલાના કપડા પણ ઉતારી નાખીને લોકોની સામે જ તેને જમીનમાં ઢસડી હતી. આ તાલીબાની સજાનો વીડિયો વાઈરલ થતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. હાલમાં પોલીસે 3થી 4 જેટલા લોકોને રાઉન્ડઅપ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT