ભાજપની સ્થિતિ પણ કોંગ્રેસ જેવી થશે? પૂર્વમંત્રીએ પત્ર લખીને કર્યો મોટો ઘટસ્ફોટ

અમદાવાદ : પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારમાં શિક્ષણ અને પાણીપુરવઠ્ઠા મંત્રી રહી ચુકેલા નાનુભાઇ વાનાણીનો એક જાહેર પત્ર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ…

gujarattak
follow google news

અમદાવાદ : પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારમાં શિક્ષણ અને પાણીપુરવઠ્ઠા મંત્રી રહી ચુકેલા નાનુભાઇ વાનાણીનો એક જાહેર પત્ર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ પત્ર ભાજપ માટે લેટરબોંબ સાબિત થઇ શકે છે. નાનુ વાનાણીએ જાહેર પત્રમાં ભાજપને સલાહ તો આપી જ છે ત્યારે કેટલાક મુદ્દાઓ પર ખુબ જ ખુંચે તેવી ટિપ્પણી પણ કરી છે. આ પત્રમાં હાલમાં જ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓછું મતદાન થવા અંગેનું કારણ ભાજપના કાર્યકરોની ઉદાસીનતા ગણાવી હતી.

આયાતી ઉમેદવારો દ્વારા પક્ષને નજીકમાં ફાયદો પરંતુ દુરનું નુકસાન
પૂર્વ મંત્રીએ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ વિશ્લેષણ ભાજપના કાર્યકરોનું મનોબળ તોડવા માટેનો નથી. ગુજરાત ભાજપના સંગઠનને અરીસા સામે મુકીને વર્તમાન વાસ્તવદર્શી જાણકારી પ્રાપ્ત થાય તે માટેની છે. તેઓએ પોતાના પત્રમાં રાજ્યના ઘટેલા મતદાન અને કાર્યકરોમાં વધતી ઉદાસીનતા ઉપરાંત આયાતી નેતાઓની ટિકિટનો પણ ઉલ્લેખ કર્યો છે.

મતદાનનું ઓછું પ્રમાણ કાર્યકર્તાઓની સ્પષ્ટ નિરાશા બતાવે છે
પોતાના પત્રમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, કાર્યકરો ઉદાસીન થઇ ચુક્યાં છે. હાલમાં ગુજરાત ભાજપમાં નાના કાર્યકરોની કોઇ સુધ લેવાવાળું નથી. ભાજપના એક નાના કાર્યકર તરીકે હાલમાં જે સ્થિતિ છે તેને જોઇને મને ખુબ જ ચિંતા થઇ રહી છે. હું તે અંગે કેટલુંક વિશ્લેષણ કરવા માંગુ છું. કાર્યકરોમાં જનુન પણ ઘટી રહ્યું છે. આ સ્થિતિને જોતા મને લાગી રહ્યું છે કે, જો આમ જ ચાલ્યું તો આગામી સમયમાં ભાજપની સ્થિતિ પણ કોંગ્રેસ જેવી થાય તો નવાઇ નહી. મતદાતાઓને મતદાન મથક સુધી લાવવા માટે કાર્યકરોમાં ઉત્સાહ નહોતો. જે લોકો આવ્યા તેમણે મતદાન કર્યું છે. મતદારોને મતપેટી સુધી પહોંચાડવા માટે સંગઠન સંપુર્ણ સફળ રહ્યું નથી.

    follow whatsapp