Exclusive: GUJARAT માં માસ્ક ફરજીયાત થશે? સરકાર કરી શકે છે કોરોના અંગે મોટી જાહેરાત

રાજકોટ : ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલ અને અન્ય અધિકારીઓએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અનેક મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં…

gujarattak
follow google news

રાજકોટ : ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલ અને અન્ય અધિકારીઓએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અનેક મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અધિકારીઓ સાથે બેઠકમાં મનસુખ માંડવીયા અને કેન્દ્રીય અધિકારીઓએ પણ કેટલાક સુચનો કર્યા હતા. જે અનુસંધાને ઋષીકેશ પટેલ પત્રકાર પરિષદ આયોજીત કરશે.

પત્રકાર પરિષદમાં કોરોનાના નિયમો અંગે થઇ શકે છે મોટી જાહેરાત
જો કે આ પત્રકાર પરિષદમાં જાહેર સ્થળો પર ફરજીયાત માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા કોરોનાના સામાન્ય નિયમોને ફરીથી લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. ફરીથી જાહેર સમારંભોમાં પણ કોરોનાની ગાઇડ લાઇનનું પાલન થાય તે માટેના નિયમો લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાત સરકારે કેન્દ્રીય મંત્રી સાથેની બેઠક પુર્ણ થયા બાદ પત્રકાર પરિષદ બોલાવી
જો કે કેન્દ્ર સરકાર હાલ કોરોના મુદ્દે ખુબ જ કડક વલણ અપનાવી રહી છે. બીજી તરફ ગુજરાત સરકાર પણ એરપોર્ટ પર કડક ચેકિંગ ઉપરાંત કોરોનાના ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે રસીકરણ પર પણ હવે ભાર આપવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને જેમને બુસ્ટર ડોઝ બાકી છે તેવા તમામ લોકોને બુસ્ટર ડોઝ લેવા માટેની અપીલ શરૂ કરવામાં આવી છે.

    follow whatsapp