ગિફ્ટ સિટી બાદ હવે ધોરડો, સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ પણ દારૂની છૂટ અપાશે? મંત્રી ઋષિકેશ પટેલે કરી સ્પષ્ટતા

Gift City Liquor Permission: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં દારૂ પીવાની છૂટ આપી છે. જે બાદ ગિફ્ટ સિટીમાં રોકાણકારો સતત વધી રહ્યા છે.…

gujarattak
follow google news

Gift City Liquor Permission: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં દારૂ પીવાની છૂટ આપી છે. જે બાદ ગિફ્ટ સિટીમાં રોકાણકારો સતત વધી રહ્યા છે. બીજી તરફ આ છૂટ અંગે લોકોમાંથી જુદી જુદી પ્રતિક્રિયા સામે આવી છે. સુરતમાં પણ ડાયમંડ બુર્સમાં ગિફ્ટ સિટીની જેમ દારૂની છૂટ આપવાની માંગ થઈ છે. તો એવી પણ ચર્ચાઓ ઉઠી હતી કે આગામી સમયમાં ગુજરાતમાં કેટલાક ટુરિસ્ટ સ્પોટ પર દારૂ પીવાની સરકાર છૂટ આપી શકે છે. ત્યારે આ તમામ ચર્ચાઓ પર મંત્રી ઋષિકેશ પટેલે આજે સ્પષ્ટતા કરી હતી.

દારૂની છૂટ અંગે મંત્રીએ શું કહ્યું?

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં ધોરડો, સાપુતારા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના સ્થળો પર દારૂ પીવાની છૂટને લઈને કહ્યું કે, સરકારે આ નિર્ણય કર્યો તેમ સમય જતા જરૂરિયાતોને અનુલક્ષીને ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઈશું. તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પર કહ્યું- ગિફ્ટ સિટીમાં બાકીની એડવાઈઝરી જે જાહેર કરવાની છે, તે અંગેનું કામ ચાલી રહ્યું છે. તેની પર ચર્ચા-વિચારણાના અંતે મુખ્યમંત્રી કક્ષાએ એડવાઈઝરી જાહેર થશે.

ટેસ્લા ગુજરાતમાં આવશે?

તો બીજી તરફ ટેસ્લા કંપનીને લઈને મંત્રીએ કહ્યું કે, ટેસ્લા કંપનીએ સમગ્ર ભારતમાં અલગ-અલગ જગ્યાઓ જોઈ છે અને તેમના મનમાં ગુજરાત વસ્યું છે. એટલે આગામી સમમયાં આ અંગે જાહેરાત થાય તેવી શક્યતા છે.

    follow whatsapp